રણજીમાં ઓપનિંગ કરશે સચિન તેંડુલકર

મુંબઇ ક્રિકેટ એશોસિએશને સંયુક્ત સચિન નિતિન દલાલે જારી કરેલી અખબારી યાદીમાં કહ્યું છે કે ઝહીર ખાન અને સચિનનું રમવું પાક્કુ છે. મુંબઇ રણજી ટીમનું નેતૃત્વ ભારતના પૂર્વ ઝડપી બોલર અજીત અગરકર કરશે.રોહિત શર્મા અને આજિંક્ય રહાણેને પણ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે.
નોંધનીય છે કે 15 નવેમ્બરથી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાર ટેસ્ટ મેચોની શ્રેણી રમાનાર છે. જેના માટે સચિન અને ટીમના ઘણા ખેલાડી સારું પ્રદર્શન કરવા માગે છે. ખરાબ ફોર્મના કારણે સતત સચિનની ટીકા કરવામાં આવી રહી છે. સચિન ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ સમાપ્ત થયેલી બે ટેસ્ટ મેચોની શ્રેણીમાં સતત ત્રણ વખત બોલ્ડ થયા છે. આ ઉપરાંત દક્ષિણ આફ્રિકામાં રમાયેલી ચેમ્પિયન્સ લીગની ચાર ઇનિંગમાં તે 47 રન જ બનાવી શક્યા અને બે વખત બોલ્ડ થયા છે. એવું માનવામાં આવી રહ્યું છે કે સચિનના કેરિયરનો નિર્ણય ઇંગ્લેન્ડ સાથે થનારી સીરીઝથી થશે.
મુંબઇની ટીમ- અજીત અગરકર(સુકાની), સચિન તેંડુલકર, ઝહીર ખાન, રમેશ પવાર, રોહિત શર્મા, આજિંક્ય રહાણે, અભિષેક નાયર, કૌસ્તુભ પવાર, ધવલ કુલકર્ણી, અંકિત ચૌહાણ, ઇકબાલ અબ્દુલ્લા, આદિત્ય તારે, અખિલ હેખાડકર.












Click it and Unblock the Notifications
