For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિગ્વિજયે કન્હૈયાને પ્રચાર માટે બોલાવ્યો તો ગુસ્સે થઇ સાધ્વી

મધ્યપ્રદેશની ભોપાલ લોકસભા સીટ પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચેનો ચૂંટણી જંગ ચર્ચાનો વિષય બની રહ્યો છે.

|
Google Oneindia Gujarati News

મધ્યપ્રદેશની ભોપાલ લોકસભા સીટ પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચેનો ચૂંટણી જંગ ચર્ચાનો વિષય બની રહ્યો છે. કોંગ્રેસ ઉમેદવાર દિગ્વિજય સિંહ અને ભાજપ ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા ઠાકુર એકબીજા વિરુદ્ધ નિવેદનો આપી રહ્યા છે. હવે સાધ્વી પ્રજ્ઞાએ કન્હૈયા કુમાર માટે મોટું નિવેદન આપ્યું છે. ખરેખર કન્હૈયા કુમાર દિગ્વિજય સિંહ ના પ્રચાર માટે ભોપાલ આવી રહ્યા છે. તેના પર ગુસ્સે થયેલી સાધ્વી પ્રજ્ઞાએ દિગ્વિજય સિંહ પર પ્રહાર કરતા કહ્યું કે, સાંભળવામાં આવ્યું છે કે ટુકડે ટુકડે ગેંગના મુખ્યાને બોલાવવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો: સરળતાથી ભૂસાઈ રહી છે મતદાન સહી, કોંગ્રેસી નેતાએ વીડિયો દ્વારા આપ્યો પુરાવો

ભગવા આતંકવાદ કહેનારની મોટી હાર થશે

ભગવા આતંકવાદ કહેનારની મોટી હાર થશે

એક ટીવી ચેનલ સાથે વાત કરતા સાધ્વી પ્રજ્ઞા ઠાકુર ઘ્વારા જણાવવામાં આવ્યું કે હિન્દુત્વ અને ભગવા આતંકવાદ કહેનારની મોટી હાર થશે. હાલમાં તો મેં સાંભળ્યું છે કે ટુકડે ટુકડે ગેંગના લીડરને બોલાવવામાં આવી રહ્યા છે. જયારે બુદ્ધિ ભ્રષ્ટ થાય છે ત્યારે માં સરસ્વતી કૃપા કરે છે. ધર્મના કામ વધે છે અને અધર્મનો વિનાશ થાય છે. આપને જણાવી દઈએ કે કન્હૈયા કુમાર 8 અને 9 મેં દરમિયાન ભોપાલમાં દિગ્વિજય સિંહના પ્રચાર માટે આવી રહ્યા છે.

કન્હૈયાના આવવાથી કોઈ નુકશાન નહીં થાય: પ્રજ્ઞા

કન્હૈયાના આવવાથી કોઈ નુકશાન નહીં થાય: પ્રજ્ઞા

પ્રજ્ઞા ઠાકુરે કહ્યું કે દિગ્વિજય સિંહના સમર્થનમાં કન્હૈયા કુમારના આવવાથી અને તેના પ્રચાર કરવાથી તેમને કોઈ પણ પ્રકારનું નુકશાન નહીં થાય. પ્રજ્ઞા ઠાકુરે પત્રકારો સાથે વાતચીતમાં કહ્યું કે મોદીજી પાસે આ વખતે નવી યોજનાઓ છે. આપને જણાવી દઈએ કે ભોપાલમાં સોમવારે સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે ઉમા ભારતી સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેઓ રડી પડ્યા હતા.

સાધ્વી પ્રજ્ઞા માટે ઉમા ભારતી આવ્યા

સાધ્વી પ્રજ્ઞા માટે ઉમા ભારતી આવ્યા

ઉમા ભારતીને મળીને સાધ્વી પ્રજ્ઞાનું હૃદય ભરાઈ આવ્યું અને તેઓ રડવા લાગ્યા. ઉમા ભારતીએ તેમને તિલક કરીને ખીર ખવડાવી. તેની સાથે સાથે ઉમા ભારતીએ ભોપાલમાં તેના માટે પ્રચાર કરવાનું વચન પણ આપ્યું. ઉમા ભારતીએ કહ્યું કે તેઓ સાધ્વી પ્રજ્ઞા ઠાકુરનું ખુબ જ સમ્માન કરે છે કારણકે મેં તેમના પર થયેલા અત્યાચારો જોયા છે. આ માટે તેઓ પૂજનીય છે અને તેમના માટે ચૂંટણી પ્રચાર કરીશ.

English summary
Sadhvi Pragya attack on Digvijaya Singh over he called kanhaiya kumar for campaign
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X