સરળતાથી ભૂસાઈ રહી છે મતદાન સહી, કોંગ્રેસી નેતાએ વીડિયો દ્વારા આપ્યો પુરાવો
કોંગ્રેસ નેતા અને પાર્ટીના પ્રવકતા સંજય ઝાએ સોમવારે દાવો કર્યો કે તેમની આંગળી પર લગાવવામાં આવેલી મતદાનની સહી સરળતાથી નેલ પૉલિશ રિમુવરથી ભૂસાઈ ગઈ.
કોંગ્રેસ નેતા અને પાર્ટીના પ્રવકતા સંજય ઝાએ સોમવારે દાવો કર્યો કે તેમની આંગળી પર લગાવવામાં આવેલી મતદાનની સહી સરળતાથી નેલ પૉલિશ રિમુવરથી ભૂસાઈ ગઈ. સંજય ઝાએ આ ઘટનાનો ડેમો બતાવતો એક વીડિયો પણ પોતાના ટ્વીટર પર મુક્યો છે. ઝાએ વીડિયોમાં પોતાની આંગળીને બતાવી જેમાં સહી દેખાતી નથી. તેમણે કહ્યુ, 'નેલ પૉલિશ રિમુવર લગાવતા જ સહી સરળતાથી ગાયબ થઈ ગઈ, આવુ માત્ર મારી સાથે નથી થયુ.' તેમનુ કહેવુ છે કે અમિટ સહીનો દાવો કરનારા ચૂંટણી પંચે આના પર સ્પષ્ટીકરણ આપવુ જોઈએ. ઝાએ સોમવારે મુંબઈ દક્ષિણ મતદાન વિસ્તારમાં મતદાન કર્યુ.

નેલ પૉલિશ રિમવુરથી સહી સરળતાથી સાફ થઈ ગઈ
સંજય ઝાએ આંગળી પર પ્રયોગ કર્યા બાદ ટ્વીટ કરાયેલ વીડિયોમાં કહ્યુ, ‘મતદાન કર્યા બાદ જ્યારે હું આવ્યો તો મે મારા અમુક દોસ્તો પાસેથી સાંભળ્યુ કે આગંળી પરની સહી સરળતાથી મિટાવી શકાય છે. મને વિશ્વાસ ન થયો તો મે મારી આંગળી પર લાગેલી સહી નેલ પૉલિશ રિમુવરથી મિટાવવાની કોશિશ કરી. એકદમ સરળતાથી મારી આંગળી સાફ થઈ ગઈ. તમે જોઈ શકો છો કે આના પર કોઈ નિશાન નથી. હું પૂરી ઈમાનદારી સાથે કહી રહ્યો છુ કે એકદમ સરળતાથી સહીને હટાવી દીધી. મને લાગે છે કે ચૂંટણી કમિશને આ અંગે પોતાનો પક્ષ કહેવો જોઈએ.'
|
બે ડઝનથી વધુ અન્ય દેશોને ભારત આપે છે આ સહી
તમને જણાવી દઈએ કે આ સહીની આપૂર્તિ મૈસૂર પેઈન્ટસ અને વાર્નિશ લિમિટેડ દ્વારા કરવામાં આવે છે. કંપની કથિત રીતે ભારતના બધા સ્થાનિક, રાજ્ય અને સંસદીય ચૂંટણીમાં સપ્લાય કરવા ઉપરાંત બે ડઝનથી વધુ અન્ય દેશોમાં સહી પૂરી પાડે છે. સહીની વિશેષતા એ છે કે આ લગભગ 10 દિવસ સુધી રહે છે અને પછી ફિકી પડવા લાગે છે. એવુ માનવામાં આવે છે કે આમાં સિલ્વર નાઈટ્રેટ હોય છે.

મુંબઈની બધી 6 સીટો પર આજે થઈ રહ્યુ છે મતદાન
તમને ખબર હશે કે પોતાનો મત આપી ચૂકેલ લોકોની ઓળખ માટે ચૂંટણી કમિશન દ્વારા આંગળીમાં વાયોલેટ (જાંબલી) રંગની સહી લગાવી દેવામાં આવે છે જેથી કોઈ પણ નકલી મતદાન ન કરી શકે. આ સહી પહેલી આંગળી પર લગાવવામાં આવે છે. મુંબઈમાં 29 એપ્રિલના રોજ મતદાન થઈ રહ્યુ છે. શહેરમાં છ સંસદીય સીટો મુંબઈ ઉત્તર, મુંબઈ ઉત્તર પૂર્વ, મુંબઈ ઉત્તર પશ્ચિમ, મુંબઈ ઉત્તર મધ્ય, મુંબઈ દક્ષિણ મધ્ય અને મુંબઈ દક્ષિણ પર મતદાન ચાલુ છે.












Click it and Unblock the Notifications
