• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

News In Breif of July 27: મુંબઇમાં હાઇ એલર્ટ, કમિશ્નરને મળ્યો ધમકીભર્યો પત્ર

By Kumar Dushyant
|

27 જુલાઇ: અમે તમારા માટે એક નવી શરૂઆત કરી રહ્યાં છીએ. જ્યાં તમને રાષ્ટ્રીય કક્ષાએ બનતી ઘટનાઓના સમાચાર તથા બ્રેકિંગ ન્યૂઝ વિશે એક જ જગ્યાએ માહિતી મળી રહેશે. જેથી તમારા સમયનો બચાવ થશે અને એક જ જગ્યાએ આંતરરાષ્ટ્રીય સમાચારો મળી રહેશે. બસ માત્ર સ્લાઇડર પર ક્લિક કરતાં જાવ અને આંતરરાષ્ટ્રીય ઘટનાઓ વિશે માહિતી મેળવતા રહો.

આજના આંતરરાષ્ટ્રીય સમાચારો પર નજર કરીએ તો...ઉત્તર પ્રદેશના સહારનપુર જિલ્લામાં જમીન વિવાદને લઇને બે સમુદાયો વચ્ચે હિંસક ટકરાવમાં 3 લોકોના મોત નિપજ્યાં તથા પોલીસકર્મીઓ સહિત લગભગ 24 અન્ય ઘાયલ થયા. જ્યારે દેશમાં વધતા જતા ડેબિટ કાર્ડની સુરક્ષાને ધ્યાનમાં રાખતાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ કેટલાક ખાસ દિશા નિર્દેશ રજૂ કર્યા છે. આરબીઆઇએ દેશની બધી બેંકોને ડેબિટ કાર્ડ પર પણ ખાતાધારીઓનો ફોટો લગાવવાનો આદેશ આપ્યો છે.

મુંબઇ હાઇ એલર્ટ, કમિશ્નરને મળ્યો ધમકીભર્યો પત્ર

મુંબઇ હાઇ એલર્ટ, કમિશ્નરને મળ્યો ધમકીભર્યો પત્ર

મુંબઇ: મુંઇબ પોલીસ કમિશ્નર રાકેશ મારિયાને ધમકીભર્યો પત્ર મળ્યો છે. રાકેશ મારિયાને આ પત્ર 25 જુલાઇના રોજ મુંબઇ પોલીસ મુખ્યાલયમાં મોકલવામાં આવ્યો હતો. આ પત્રમાં લખવામાં આવ્યું હતું કે અમે ગાજાનો બદલો લઇશું. જો પોલીસ રોકી શકે તો રોકી કે કારણ કે મુંબઇને ફરી એકવાર ધમાકાઓથી ગુંજાવી દેવામાં આવશે.

આ પત્ર બાદ મુંબઇમાં હાઇ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. પોલીસ અને એટીએસ આ કેસની તપાસમાં લાગી ગઇ છે, પરંતુ પત્રમાં કોઇ આતંકવાદી સંગઠને પોતાના નામનો ખુલાસો કર્યો નથી.

UP રેપ કેસમાં મોટો ખુલાસો, ઉઘાડી પડી પોલીસની પોલ

UP રેપ કેસમાં મોટો ખુલાસો, ઉઘાડી પડી પોલીસની પોલ

લખનઉ: ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉના મોહનલાલગંજમાં મહિલાની નિર્દયતાપૂર્વક કરવામાં આવેલી હત્યાના કેસમાં આવેલા ફોરેન્સિક તપાસ રિપોર્ટ બાદ પોલીસની પોલ ઉઘાડી પડી ગઇ છે. સૂત્રોના અનુસાર રિપોર્ટ મહિલા સાથે બળાત્કાર ગુજારવામાં આવ્યો હોવાને પુષ્ટિ થઇ છે તથા તેના નખમાં એકથી વધુ વ્યક્તિની કોશિકાઓ મળી આવી છે. રિપોર્ટના ખુલાસાના સાથે જ અત્યાર સુધી કરવામાં આવેલા પોલીસ દાવાઓને નકારી કાઢ્યા છે જો કે એસએસપી પ્રવીણ કુમાર ફોરેન્સિક રિપોર્ટ મળ્યાની વાતની મનાઇ કરી રહ્યાં છે.

મોહનલાલગંજ કાંડમાં પોલીસે એક એપાર્ટમેન્ટના ગાર્ડ રામસેવકની ધરપકદ કરી દાવો કર્યો છે કે બળાત્કારમાં અસફળ રહેવાના લીધે તેને આ દુસ્સાહિક ઘટના કરી હતી. પોલીસે દાવો કર્યો હતો કે રામસેવકે એકલાએ જ ઘટનાને અંજામ આપ્યો. તેને હેલમેટ તથા બાઇકની ચાબી વડે હુમલો કરી મહિલાને લોહીલુહાણ કરી દિધી હતી અને વધુ પડતું લોહી વહી જતાં મહિલાનું મોત નિપજ્યું. પોલીસે રામસેવક વિરૂદ્ધ પર્યાપ્ત ફોરેંસિંક તથા ઇલેક્ટ્રોનિક પુરાવા હોવાનો પણ દાવો કર્યો હતો.

સહારનપુર હિંસા: રમખાણખોરોને જોતાં ગોળી મારવાનો આદેશ

સહારનપુર હિંસા: રમખાણખોરોને જોતાં ગોળી મારવાનો આદેશ

સહરાનપુર: ઉત્તર પ્રદેશના સહારનપુર જિલ્લામાં જમીન વિવાદને લઇને બે સમુદાયો વચ્ચે હિંસક ટકરાવમાં 3 લોકોના મોત નિપજ્યાં તથા પોલીસકર્મીઓ સહિત લગભગ 24 અન્ય ઘાયલ થયા. આગચંપીની ઘટના બાદ કર્ફ્યૂ લગાવવામાં આવ્યો, અસરગ્રસ્ત વિસ્તારોમાં PAC ની 8 કંપની, CRPF ની 10 કંપની, રેપિડ એક્શન ફોર્સની 2 કંપની તથા ભારત તિબેટ બોર્ડર પોલીસની 2 કંપની તૈનાત કરવામાં આવી છે. અને ઉપદ્રવીઓને જોતાં જ ગોળી મારી દેવાનો આદેશ આપ્યો છે. સીએમ અખિલેશ યાદવે હિંસા પર રિપોર્ટ માંગ્યો છે.

સાથે જ મુખ્યમંત્રીએ હિંસામાં મૃત્યું પામેલા લોકોને 10-10 લાખ તથા ઇજાગ્રસ્તોને 50-50 હજાર રૂપિયાની આર્થિક મદદ આપવાની જાહેરાત કરી. સાથે જ તેમણે આ ઘટનાને અત્યંત દુખદ અને દુર્ભાગ્યપૂર્ણ ગણાવતાં આ ઘટનામાં મૃતકો પ્રત્યે ઉંડી સંવેદના વ્યક્ત કરી અને ઇજાગ્રસ્તો જલદી ઠીક થઇ જાય તે માટે કામન કરતાં તેમના સરવાર હેતુસર વ્યવસ્થા કરવાના આદેશ આપ્યા છે.

RBI નો આદેશ, ડેબિટ કાર્ડ પર પણ લાગશે ફોટો

RBI નો આદેશ, ડેબિટ કાર્ડ પર પણ લાગશે ફોટો

નવી દિલ્હી: દેશમાં વધતા જતા ડેબિટ કાર્ડની સુરક્ષાને ધ્યાનમાં રાખતાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ કેટલાક ખાસ દિશા નિર્દેશ રજૂ કર્યા છે. આરબીઆઇએ દેશની બધી બેંકોને ડેબિટ કાર્ડ પર પણ ખાતાધારીઓનો ફોટો લગાવવાનો આદેશ આપ્યો છે. ત્યાર સુધી આ સુવિધા ફક્ત ક્રેડિટ કાર્ડ પર ઉપલબ્ધ હતી. સાથે જ હવે ગ્રાહક પોતાના ડેબિટ કાર્ડનો નવો વિમો પણ કરાવી શકશે જેથી કાર્ડ ખોવાઇ જવાની સ્થિતીમાં ગ્રાહકને તેનું વિમા કવર પણ મળી શકે.

આરબીઆઇના પ્રવક્તા અનુસાર જે ગ્રાહકોની પાસે પહેલાંથી જ ડેબિટ કાર્ડ છે તે પણ પોતાનાને રિન્યૂઅલની સમયે અથવા નવા કાર્ડ રજૂ કરતી વખતે તેના પર ફોટો લગાવી શકે છે. આરબીઆઇએ બેંકો પાસે પોતાના ગ્રાહકોની સહીને કાર્ડ પર લેમિનેટ કર્વા માટે કહ્યું છે જેથી કાર્ડ ખોવાની સ્થિતીમાં છેંતરપિંડીથી બચી શકાય.

હરિયાણાના મંત્રીના પી.એ.ના ભત્રીજાનું અપહરણ

હરિયાણાના મંત્રીના પી.એ.ના ભત્રીજાનું અપહરણ

પંચકુલા: શનિવારે હરિયાણાના નાણામંત્રી હરમોહિંદ્ર સિંહ ચઠ્ઠાના પી.એ.નો 5મા ધોરણમાં ભણતા ભત્રીજાનું કોઇએ અપહરણ કરી લીધું. પોલીસે બાળકના કાકા સંજયની ફરિયાદ પર કેસ દાખલ કરી શોધખોળ શરૂ કરી દિધી છે.

પોલીસ પાસેથી મળતી જાણકારી અનુસાર 11 વર્ષીય કુલદીપ નામનો છોકરો પંચકુલાના એક પ્રાઇવેટ સ્કુલમાં 5મા ધોરણનો વિદ્યાર્થી છે. થોડા દિવસો પહેલાં તેણે પોતાના એક સાથી વિદ્યાર્થીની કોપી પર કેટલાક અશ્લીલ શબ્દો લખ્યા હતા. ત્યારબાદ આ કેસ ક્લાસ ટીચર અને પ્રિંસિપાલ સુધી પહોંચ્યો હતો. ત્યારબાદ બાળકને રજા પર મોકલી દેવામાં આવ્યો હતો.

પરંતુ શનિવારે બાળકના કાકા સંજયે બાળકના ગુમ થયાની ફરિયાદ દાખલ કરાવી. મુખ્ય વાત એ છે કે બાળકના માતા-પિતા નથી અને તેના કાક જ તેનું પાલન પોષણ કરે છે.

બારામૂલામાં ઉગ્રવાદીઓ કર્યો ગ્રેનેડ હુમલો, એક જવાન શહીદ

બારામૂલામાં ઉગ્રવાદીઓ કર્યો ગ્રેનેડ હુમલો, એક જવાન શહીદ

શ્રીનગર: કાશ્મીરના બારામૂલા જિલ્લાન સોપોર કસબામાં ઉગ્રવાદીઓ દ્વારા આજે રાત્રે કરવામાં આવેલા હુમલામાં એક પોલીસકર્મીનું મોત નિપજ્યું તથા ચાર અન્ય ઘાયલ થયા છે.

પોલીસ પ્રવક્તાએ જણાવ્યું હતું કે લગભગ રાત્રે અઢી વાગે ઉગ્રવાદીઓએ સોપોરમાં મુખ્ય ચોકના નજીક એક પોલીસ ટુકડી પર ગ્રેનેડ ફેંક્યો. તે સમયે અસામાજિક તત્વો પોલીસ પર પથ્થરમારો કરી રહ્યાં હતા. તેમણે જણાવ્યું કે ઉગ્રવાદી હુમલામાં 5 પોલીસકર્મી ઘાયલ થયા છે.

મોદીના નેતૃત્વમાં 10 વર્ષોમાં સફળ રાષ્ટ્ર બનશે ભારત: અમિત શાહ

મોદીના નેતૃત્વમાં 10 વર્ષોમાં સફળ રાષ્ટ્ર બનશે ભારત: અમિત શાહ

નવી દિલ્હી: ભાજપની મહિલા મોરચાની કાર્યકારિણીને સંબોધિત કરતાં અમિત શાહે કહ્યું 'આપણે બધાએ એક લક્ષ્ય નિર્ધારિત કરતાં આગળ વધતા રહેવું જોઇએ અને પાર્ટી તથા સંગઠન માટે કાર્ય કરતાં રહેવું જોઇએ. નાની-મોટી પરેશાનીઓ પર વધુ ધ્યાન ન આપતાં તન્મયતાથી આપણા કાર્યમાં લાગેલા રહેવું જોઇએ.' આગામી સમયમાં ચાર રાજ્યોની ચૂંટણીનો ઉલ્લેખ કરતાં ભાજપ અધ્યક્ષે કહ્યું કે મહિલા મોરચાની બધા કાર્યકર્તાઓને આ ચૂંટણીમાં પાર્ટીની જીત નક્કી કરવા માટે અત્યારથી તૈયારીમાં લાગી જવું જોઇએ.

English summary
With tension prevailing in Saharanpur and Moradabad, Uttar Pradesh Chief Minister Akhilesh Yadav on Saturday directed senior home department officials to strictly handle the situation in the two areas.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more