For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સાક્ષી ધોની સામે એફઆઇઆર દાખલ, મલ્ટી કરોડની છેતરપિંડીનો આરોપ

By Manisha Zinzuwadia
|
Google Oneindia Gujarati News

ટીમ ઇંડિયાની વનડે અને ટી-20 કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના ફેન માટે આ સમાચાર ચોંકાવનારા છે કારણકે ધોનીની પત્ની સાક્ષી પર કરોડોની છેતરપિંડીનો આરોપ લગાવવામાં આવ્યો છે અને તેની વિરુદ્ધ એફઆઇઆર પણ ફાઇલ કરાવવામાં આવી છે. સાક્ષી સહિત 3 લોકોની વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા (આઇપીસી) ની કલમ 420 હેઠળ ડેનિશ અરોડાએ એફઆઇઆર ફાઇલ કરાવી છે, જે સ્પોર્ટ્સ ફિટ વર્લ્ડ પ્રાઇવેટ લિમિટેડની સહ-નિર્દેશક છે.

તેનુ કહેવુ છે કે તેના પતિ વિકાસ અરોડાના શેરને રીતિ એમએસડી અલમોડ પ્રાઇવેટ લિમિટેડે ખરીદવાનો નિર્ણય કર્યો હતો અને કહ્યુ હતુ કે તેના બદલામાં તેઓ 11 કરોડ રુપિયા આપશે પરંતુ રીતિએ 2.25 કરોડ રુપિયા જ ચૂકવ્યા. પૂરા પૈસા આપવાની છેલ્લી તારીખ 31 માર્ચ હતી. ડેનિશનુ કહેવુ છે કે તેને હજુ પણ બાકીની રકમ મળી નથી.

sakshi dhoni

સાક્ષી ધોની પણ સ્પોર્ટ્સ મેનેજમેંટ કંપની રીતિ એમએસડી અલમોડ પ્રાઇવેટ લિમિટેડની સહ નિર્દેશક છે માટે તેની સામે પણ કેસ ફાઇલ થયો છે. આ ઉપરાંત અરુણ પાંડે, શુભાવતી પાંડે અને પ્રતિમા પાંડે સામે પણ છેતરપિંડીનો કેસ ડેનિશે ફાઇલ કરાવ્યો છે.

આ તરફ અરુણ પાંડે એ બધા આરોપો ખોટા હોવાનો દાવો કરતા જણાવ્યું કે ડેનિશ જૂઠ્ઠુ બોલી રહી છે, વિકાસને અપેક્ષાથી વધુ પૈસા આપવામાં આવ્યા છે, રહી વાત સાક્ષીની તો તેમણે તો લગભગ એક વર્ષ પહેલા જ કંપની છોડી દીધી હતી માટે તેમના પર કોઇ કેસ બનતો નથી. હાલમાં સાક્ષી ધોનીએ આ બાબતે કોઇ પ્રતિક્રિયા આપી નથી.

English summary
Sakshi Dhoni, the wife of India's limited overs cricket captain Mahendra Singh Dhoni, finds herself in a multi-crore fraud case and an FIR (First Information Report) has been filed
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X