For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાન ભૂલ્યા ભાજપના આ નેતા, રેપ કાંડના આરોપીને જન્મદિનની શુભકામના પાઠવી

ભાન ભૂલ્યા ભાજપના આ નેતા, રેપ કાંડના આરોપીને જન્મદિનની શુભકામના પાઠવી

|
Google Oneindia Gujarati News

લખનઉઃ ઉન્નાવમાં જે દિવસે એક ગેંગરેપ પીડિતાને જીવતી સળગાવી દેવામાં આવી તે દિવસે જ ભાજપના સાંસદ સાક્ષી મહારાજે રેપ કાંડના જેલમાં બંધ આરોપી ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરને જન્મદિવસની શુભકામના આપી રહ્યા હતા. ટ્વિટર પર સેંગરને અનંતકોટી શુભકામના આપતા જ સાક્ષી મહારાજ લોકોના નિશાના પર આવી ગયા. જણાવી દઈએ કે અગાઉ સાક્ષી મહારાજ લોકસભા ચૂંટણી 2019માં ઉન્નાવ સંસદીય સીટથી જીત્યા બાદ આરોપી કુલદીપ સેંગરને મળવા જેલમાં ગયા હતા.

સાક્ષી મહારાજનું ટ્વીટ

સાક્ષી મહારાજનું ટ્વીટ

પોતાના ટ્વીટમાં સાક્ષી મહારાજે લખ્યું કે 'સુદિનં સુદિનં જન્મદિનં તવ, ભવતુ મંગલં જન્મદિનં. ચિરંજીવ કુરુ પુણ્યવર્ધનમ, વિજયી ભવ સર્વત્ર સર્વદા, જગતિ ભવતુ તવ સુયશો ગાનમ. કુલદીપ સિંહ સેંગર ધારાસભ્ય બાંગરમઉને જન્મદિવસની અનન્ત કોટી શુભકામનાઓ.'

પ્રિયંકા ગાંધીએ નિશાન સાધ્યું

પ્રિયંકા ગાંધીએ નિશાન સાધ્યું

પોતાના ટ્વીટ પર સાક્ષી મહારાજ વિપક્ષી દળોના નિશાના પર આવી ગયા છે. શુક્રવારે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કરતા લખ્યું કાનૂન બનાવનાર ભાજપ સાંસદ એક બળાત્કારના આોપી ભાજપ નેતાને શુભેચ્છાસંદેશ મોકલી રહ્યા છે. કાલે જ ઉન્નાવમાં એક બળાત્કાર પીડિતાને આરોપીઓએ સળગાવવાની કોશિશ કરી. આરોપીઓના પક્ષમાં જ્યારે કાનૂન બનાવનારા ઉભા થઈ જાશે તો અપરાધીઓ સામે લડવાનો હોંસલો કોણ આપશે.

ગેંગરેપ પીડિતાને જીવતી સળગાવી

ગેંગરેપ પીડિતાને જીવતી સળગાવી

જણાવી દઈએ કે ઉન્નાવમાં ગેંગરેપ પીડિતાને જીવતી સળગાવી દીધી. તે 90 ટકા સુધી બળી ગઈ છે. દિલ્હીના સફદરગંજ હોસ્પિટલમાં પીડિતાનો ઈલાજ ચાલી રહ્યો છે. પોલીસે આ મામલે પાંચેય આરોપીઓની ધરપકડ કરી લીધી છે. હવે અહેવાલ મળી રહ્યા છે કે પીડિત યુવતીના કાકા-કાકીને આરોપીઓ તરફથી ધમકીઓ મળવા લાગી છે.

હૈદરાબાદ પોલીસની પ્રેસ કોન્ફ્રેન્સ- આરોપીઓએ ગોળી ચલાવી હતી, જવાબી ફાયરિંગમાં ઠાર મરાયાહૈદરાબાદ પોલીસની પ્રેસ કોન્ફ્રેન્સ- આરોપીઓએ ગોળી ચલાવી હતી, જવાબી ફાયરિંગમાં ઠાર મરાયા

English summary
sakshi maharaj wished birthday to rape accused kulpeep sengar
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X