સાક્ષી-અજિતેશ કેસમાં આજે અલાહાબાદ હાઈકોર્ટમાં સુનાવણી, બંને થશે હાજર
બરેલીના બહુચર્ચિત સાક્ષી તેમજ અજિતેશ કેસની સુનાવણી આજે (સોમવારે) અલાહાબાદ હાઈકોર્ટમાં થશે.
બરેલીના બહુચર્ચિત સાક્ષી તેમજ અજિતેશ કેસની સુનાવણી આજે (સોમવારે) અલાહાબાદ હાઈકોર્ટમાં થશે. બંને અલાહાબાદ હાઈકોર્ટમાં પોલિસ સુરક્ષા હેઠળ હાજર થશે જ્યાં તેમની અરજી પર સુનાવણી થશે. ઉલ્લેખનીય છે કે અરજી દાખલ કર્યા બાદ બંને હાઈકોર્ટમાં હાજર નહોતા થયા અને સુરક્ષા કારણોનો હવાલો આપ્યો હતો જેના કારણે તેમના પ્રકરણ પર હાઈકોર્ટમાં સુનાવણી નહોતી કરી અને 15 જુલાઈના રોજ સુનાવણીની તારીખ આપવામાં આવી હતી. કેસની સુનાવણી જજ ડૉ. વાયકે શ્રીવાસ્તવ કરશે.

શું છે કેસ
ઉત્તર પ્રદેશના બરેલીથી ભાજપ ધારાસભ્ય રાજેશ મિશ્રા ઉર્ફે પપ્પુ ભરતૌલની દીકરી સાક્ષીએ થોડા દિવસો અગાઉ એક વીડિયો જાહેર કરીને દાવો કર્યો હતો કે તેને અજિતેશ નામના યુવક સાથે લગ્ન કર્યા છે અને હવે તેના પરિવારવાળા આ લગ્નને માનવાનો ઈનકાર કરી રહ્યા છે. વીડિયોમાં સાક્ષી તેમજ અજિતેશે દાવો કર્યો કે એ બંનેના જીવને જોખમ છે અને ગમે ત્યારે તેમની હત્યા કરવામાં આવી શકે છે. આ કેસમાં સાક્ષી તેમજ અજિતેશને પોલિસ સુરક્ષા મળી ચૂકી છે અને આ કેસમાં અલાહાબાદ હાઈકોર્ટમાં આજે સુનાવણી છે.
દેશભરમાં સમાચારોમાં છે આ મુદ્દો
ઉલ્લેખનીય છે કે આ કેસમાં સોશિયલ મીડિયા પર આખા દેશામાં એક નવુ અભિયાન ચાલુ થઈ ગયુ છે અને ટીવી ડિબેટ્સમાં આ મુદ્દો સૌથી હિટ જઈ રહ્યો છે. એક તરફ સાક્ષી જ્યાં પોતાના પિતા તેમજ પરિવારજનો પર તમામ આરોપો લગાવી રહી છે. વળી, બીજી તરફ તેમના પરિવારવાળા પોતાના ઉત્પીડનનો જ દાવો કરીને આત્મહત્યા સુધીની ઈચ્છા જાહેર કરી ચૂક્યા છે. આ કેસમાં અજિતેશ વિશે ઘણા ખુલાસા થયા છે અને તેમના મંદિરમાં નકલી લગ્ન કરવાથી લઈને ઘણી ઘટનાઓ સમાચારોમાં છવાઈ છે.












Click it and Unblock the Notifications
