For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટૂંક સમયમાં જીએસટી બીલને મળી શકે છે લીલી ઝંડી, જાણો વધુ

By Desk
|
Google Oneindia Gujarati News

લાંબા સમયથી અટવાયેલ જીએસટી બીલ હવે લગભગ દરેક મુશ્કેલીઓમાંથી બહાર આવી ગયુ છે. ટૂંક સમયમાં આ બીલ પાસ કરવાને લાલઝંડી પણ આપી દેવામાં આવે. દેશના મોટાભાગના રાજ્યોએ આ બીલ પર પોતાની સહમતિ દાખવી છે. મંગળવારે કોલકતામાં નાણામંત્રી અરુણ જેટલીએ 22 રાજ્યોના નાણામંત્રીઓ અને સાત રાજ્યોના પ્રતિનીધિઓ સાથે બેઠક યોજી હતી. જેમાં તમિલનાડુ સિવાય બધાજ રાજ્યોઓ આ બિલ પર પોતાની મંજુરી બતાવી છે.

જીએસટી શુ છે?

દેશમાં નિર્માણ, ચીજવસ્તુઓ અને સેવાઓના વેચાણ અને વપરાશ પર લગાવાતો અપ્રત્યક્ષ કર એટલે જીએસટી. પુરવઠાના તમામ સ્વરુપો જેવા કે, સેલ, ટ્રાન્સફર એક્સચેન્જ પ્રોફીટ, રેન્ટલ, લીઝ જેવી તમામ પ્રકારની સર્વિસને તે લાગુ પડશે. ઈનપુટ ટેક્સ ક્રેડિટ પધ્ધતિને આધારે જી.એસ.ટી ખરીદ અને વેચાણના દરેક સ્તરે લગાવવામાં આવશે.

arun jaitley

જીએસટી બીલની ખાસીયત છે કે વાર્ષિક 10 લાખનો વ્યવસાય કરનારા બધાજ ધંધાદારીઓ પણ આમાં આવી જશે. જ્યારે ઉત્તરના સિક્કિમ જેવા રાજ્યોમાં 5 લાખના વ્યવસાય પર લાગુ થશે.જે ધંધાદારીઓનો વ્યવસાય તેથી વધુ હશે તેમણે જીએસટી માટે રજીસ્ટ્રેશન કરાવવુ પડશે. રજીસ્ટ્રેશન કરાવતા તેમને એક આઈડેંટીટી નંબર આપવામાં આવશે.

રેવન્યુ ન્યુટ્રલ રેટ પર સહમતિ થઈ શકી નથી જુલાઈમાં ફરી બધા રાજ્યોના મંત્રી આ અંગે બેઠક કરશે. રાજ્યના નાણામંત્રીઓની સમિતિ ઈંટીગ્રેટેડ જીએસટી(આઈજીએસટી)ના મોડેલ બીલને મંજૂરી આપી છે. જે રાજ્યમાંથી બીજા રાજ્યમાં થતા વસ્તુ અને સેવાઓના આપ-લે પર લગાવવામાં આવશે. કેન્દ્ર જીએસ વિધેયકને કેન્દ્ર મંજૂરી આપશે. રાજ્ય સરકાર રાજ્ય જીએસટીને સહમતિ આપશે. આઈજીએસટીને બંને મળી મંજૂરી આપશે.

તમિલનાડુને બાદ કરતા બધાજ રાજ્યોએ આ બિલને સહમતિ આપતા જેટલીનુ કહેવુ છે કે મોનસુન સત્રમાં આ બિલ પાસ થઈ જવુ જોઈએ. અમે અમારી ડેડલાઈને પહોંચી શક્યા નથી. પરંતુ એપ્રિલ 2017 થી જીએસટી લાગુ થઈ જાય તેના અને પુરા પ્રયત્નો કરીશુ. જો આમ બને તો ભારતમાં ઘણા લાંબા સમયબાદ ટેક્સવ્યવસ્થામાં બદલાવ થશે. કેન્દ્રીય અને રાજકીય કરોની જગ્યા આ નવો કર જીએસટી લેશે.

English summary
Finance Minister Arun Jaitley said there was complete consensus at the empowered committee meeting that there should be no constitutional cap on the GST rate.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X