For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હિટ એન્ડ રન કેસ: સાક્ષીઓએ કરી સલમાન ઓળખ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

મુંબઈ, 6 મે: સલમાન ખાનની મુશ્કેલીઓ વધતી જાય છે. હિટ એન્ડ રન કેસમાં કોર્ટમાં આજથી ફરીથી ટ્રાયલ શરૂ થઇ જશે. સલમાન ખાન આજે કોર્ટમાં રજુ થયા અને આ કેસમાં બે સાક્ષીઓ મુસ્લિમ શેખ અને મુન્નુ ખાને સલમાન ખાનની કોર્ટમાં ઓળખ કરી લીધી. મુન્નુ શેખે કોર્ટમાં કહ્યું કે એક્સિડન્ટ વખતે સલમાન ખાન એટલા નશામાં હતો કે એક્સિડન્ટ કર્યા બાદ કારમાંથી ઉતર્યો અને નશામાં હોવાથી પડી ગયો.

અભિનેતા સલમાન ખાન કેસની સુનાવણી માટે પોતાની બહેન સાથે મુંબઇની સેશન કોર્ટમાં પહોંચ્યો હતો. આ કેસની નવેસરથી સુનાવણી થઇ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલાં આ કેસની સુનાવણી 26 માર્ચના રોજ થવાની હતી, પરંતુ ત્રણ સાક્ષીઓ કોર્ટમાં હાજર ન રહેતાં આ સુનાવણી 26 એપ્રિલ સુધી ટળી ગઇ હતી.

હિટ એન્ડ રન કેસમાં કોર્ટે ડિસેમ્બર 2013માં સલમાન ખાનની અરજી પર ફરીથી ટ્રાયલનો આદેશ કર્યો હતો. કોર્ટે કહ્યું હતું કે કેસની સુનાવની ફરીથી કરવામાં આવશે, કારણ કે બિન ઇરાદાપૂર્વક હત્યાના આરોપમાં અભિનેતા સલમાન ખાને સાક્ષી પાસે આજીજી કરવાની તક આપી ન હતી. આ કેસ વર્ષ 2002નો છે.

salman-khan-donate.

28 એપ્રિલના રોજ થયેલી સુનાવણી દરમિયાન કોર્ટમાં નિવેદન દાખલ કરનાર પહેલાં સાક્ષી સંબા ગૌડાએ કહ્યું હતું કે, ઘટનાના દિવસે 28 ડિસેમ્બર 2002ના રોજ પોલીસ દ્વારા જપ્ત સામગ્રીનો તેમને પંચનામું તૈયાર કર્યું હતું.

સાક્ષીએ કહ્યું હતું કે તેમણે ઘટનાસ્થળ પર કાચના ટુકડા, કારની નંબર પ્લેટ અને બંપર પાર્ટ્સ પડેલા જોયા. આ વસ્તુઓને પોલીસે જપ્ત કરી લીધી અને તેમણે એક પંચનામું તૈયાર કર્યું. કર્ણાટકના રહેવાસી ગૌડાએ કહ્યું, 'હું ઘટનાસ્થળેથી મળી આવેલી સામગ્રીને ઓળખી શકું છું.' આ સાથે જ તે અટકળો પર વિરામ લાગી ગયો હતો કે જેમાં કહેવામાં આવ્યું હતું કે સલમાન ખાન હવે 'સાક્ષી' જ બચાવી શકે છે.

English summary
Salman Khan has been recognized by the people who saw him to hit and run in drink manner.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X