Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

#HitandRun: કોર્ટની 'કિક'થી રડ્યો દબંગ, 5 વર્ષની જેલ, હાલ બેઇલ

નવી દિલ્હી, 6 મે: સલમાન ખાનની વિરુદ્ધ તમામ આરોપો સાચા ઠર્યા છે, જજે પોતાના ચુકાદામાં જણાવ્યું કે સલમાન ખાન જ દારૂ પીને ગાડી ચલાવી રહ્યા હતા, સલમાન ખાનની પાસે તે સમયે લાઇસન્સ ન્હોતું. હવે સલમાન ખાનને કોર્ટે પૂછ્યું કે હવે આપનું આ વિશે શું કહેવું છે?

સલમાન ખાનના વકીલ અને જજની વચ્ચે ચર્ચા થઇ રહી છે. સલમાન ખાનની સાથે તેમનો આખો પરિવાર હાલમાં કોર્ટમાં છે. સલ્લુના ચાહકો તેમના માટે દુઆઓ કરી રહ્યા છે. જો આજે કોર્ટે સલમાન ખાનની વિરુદ્ધ નિર્ણય સંભળાવશે તો તેમને દસ વર્ષ સુધીની સજા થઇ શકે છે.

salman
સમગ્ર ઘટનાક્રમ..

  • સલમાન ખાન જજનો નિર્ણય સાંભળ્યા બાદ રડી પડ્યો...
  • નિર્ણય સાંભળીને સલમાન ખાનની માતા બેભાન થઇ ગઇ.
  • કોર્ટ સજા પર સલમાન ખાનના વકીલની દલિલ સાંભળી રહ્યું છે.
  • સલમાન ખાનને કોર્ટે આજે જ સજા સંભળાવી
  • બોમ્બે હાઇકોર્ટે સલમાનને પાંચ વર્ષની સખત જેલ અને 25000 રૂપિયાનો દંડની સજા ફટકારી છે.
  • સલમાનના વકિલ દ્વારા દાખલ કરવામાં આવેલી જામીન અરજી પર સુનાવણી પણ આજે જ થશે
  • કોર્ટે સલમાન ખાનને 2 દિવસના વચગાળના જામીન આપી દીધા છે
  • 8 મેના રોજ ફરીથી જામીન અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવશે અને કોર્ટ દ્વારા નક્કી કરવામાં આવશે કે સલમાન જેલ જશે કે તેમના જામીન ચાલુ રહેશે.

salman khan
નોંધનીય છે કે આજથી 13 વર્ષ પહેલા 28 સપ્ટેમ્બર 2002ના રોજ એક એસયૂવી કારે ફૂટપાથ પર ઊંઘી રહેલા લોકોને કચડી નાખ્યા હતા. આ ઘટનામાં એકનું મોત થઇ ગયું હતું અને ચાર લોકો ઘાયલ થઇ ગયા હતા. આ મામલામાં સલમાન મુખ્ય આરોપી છે અને આ જ સંદર્ભમાં મુંબઇની સત્ર અદાલત બુધવારે પોતાનો નિર્ણય સંભળાવવાની છે.

સલમાન ખાન

સંગીતા બીઝલાની સલમાન ખાનના ઘરે પહોંચી.

સલ્લુના ફેન્સની પ્રાર્થના

સલમાનના ફેન્સે જણાવ્યું કે જ્યારે મારા પિતા કેન્સરથી પિડાઇ રહ્યા હતા ત્યારે સલમાને અમને મદદ કરી હતી, તેમને કડક સજા ના થવી જોઇએ.

સોહિલ ખાન સલમાનના ઘરે

સોહિલ ખાન સલમાનના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટ પર પહોંચ્યો.

સોહિલ ખાન અને બાબા સિદ્દિકી

સોહિલ ખાન અને બાબા સિદ્દિકી ટેક્સીમાં બેસી કોર્ટ પરિસરમાંથી નિકળ્યા હતા.

સોહિલ ખાન થઇ ગયો દુ:ખી

કોર્ટ પરિસર છોડતી વખતે સોહિલ ખાનની આંખોમાં હતાશાની સાથે દુ:ખ દેખાઇ આવતું હતું.

કોર્ટ પરિસરમાં સલમાન

કોર્ટ પરિસરમાં સલમાન

તમામ દલિલો બાદ સલમાને કોર્ટને કહ્યું આપ જજ છો આપ નક્કી કરો...

સલમાન ખાન કોર્ટમાંથી નીકળ્યો

સલમાન ખાન કોર્ટમાંથી ઘરે જવા માટે નીકળ્યા

સલમાન ખાન ઘરે પહોંચ્યો

સલમાન ખાન ઘરે પહોંચ્યો

સલમાન ખાન

સલમાન ખાન આખરે ઘરે પહોંચ્યો

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X