વાજપેયીના નિધનના 5 દિવસ પછી સલમાને શોક વ્યકત કર્યો, ટ્રોલ થયા

ફરી એકવાર બોલિવૂડના દબંગ ખાન ચર્ચામાં છે. આ વખતે તેમનો ઈરાદો ખોટો ના હતો પરંતુ તેમ છતાં તેઓ સોશ્યિલ મીડિયા પર લોકોના નિશાને આવી ચુક્યા છે.

ફરી એકવાર બોલિવૂડના દબંગ ખાન ચર્ચામાં છે. આ વખતે તેમનો ઈરાદો ખોટો ના હતો પરંતુ તેમ છતાં તેઓ સોશ્યિલ મીડિયા પર લોકોના નિશાને આવી ચુક્યા છે. ખરેખર પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના નિધનના 5 દિવસ પછી સલમાન ખાને તેમને શ્રદ્ધાંજલિ અર્પિત કરી, જેને કારણે લોકો સલમાન ખાન પર ગુસ્સે થયા.

વાંચો: જ્યારે વાજપેયી તમિલનાડુની આ મહિલાના પગે લાગ્યા હતા

વાજપેયીના નિધનના 5 દિવસ પછી સલમાને શોક વ્યકત કર્યો

આપને જણાવી દઈએ કે સલમાન ખાને ટવિટ કર્યું હતું કે એક મહાન નેતા, દિગ્ગજ રાજનેતા અને એક સારા વ્યક્તિ એવા અટલજીના નિધન પર દુઃખી છું. સલમાન ખાનના ટવિટ પછી ઘણા લોકોએ તેમનો મજાક ઉડાવ્યો. લોકોએ સલમાન ખાનને સવાલ કર્યો કે આટલા દિવસો પછી પોસ્ટ કરવાનો શુ મતલબ છે? શુ આ કોઈ પબ્લિસિટી સ્ટંટ છે?

યુઝર્સને ગુસ્સો આવ્યો

જયારે કેટલાક યુઝરે લખ્યું કે સલમાન ખાન તમારી પાસે આવી આશા ના હતી. આમ જોવા જઇયે તો બધા જ સલમાન ખાનથી નારાજ છે એવું નથી. સલમાન ખાનની પોસ્ટ પછી કેટલાક લોકોએ ફરી અટલ બિહારી વાજપેયી માટે દુઃખ પ્રકટ કર્યું છે.

અટલ બિહારી વાજપેયી

દેશની રાજનીતિના સમ્માનીય નેતા અટલ બિહારી વાજપેયીનું નિધન 16 ઓગસ્ટ 2018 દરમિયાન સાંજે 5:05 મિનિટે એમ્સમાં થયું હતું. તેઓ લાંબા સમયથી ત્યાં દાખલ હતા. 15 ઑગષ્ટથી તેમની હાલત બગડવાની ચાલુ થઇ ગયી હતી. અટલજીને લાઈફ સિસ્ટમ સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા. સતત પ્રયાસો પછી પણ તેમને બચાવી શકાયા નહીં.

ટાઈગર સો રહા થા

વાજપેયીના નિધનના 5 દિવસ પછી સલમાને શોક વ્યકત કર્યો જેના કારણે સોશ્યિલ મીડિયા પર લોકો તેમને ટ્રોલ કરવા લાગ્યા. લોકોએ કહ્યું કે ટાઈગર સો રહા થા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X