તારીખ પે તારીખ: સલમાનખાનને રાહત, સુનાવણી ટળી

મુંબઇ, 25 માર્ચ: બોલિવુડ અભિનેતા સલમાન ખાન 2002ના હિટ એન્ડ રન કેસમાં સોમવારે મુંબઇની સત્ર અદાલત સમક્ષ વ્યક્તિગત રીતે હાજર થશે. બાંદ્રાના મેજિસ્ટ્રેટની કોર્ટ દ્રારા કેસને સત્ર કોર્ટમાં સ્થળાંતર કર્યા બાદ સત્ર કોર્ટ સમક્ષ તે પ્રથમવાર હાજર થશે.

UPDATE: 10:05

વર્ષ 2002ના હિટ એન્ડ રન કેસના આરોપી સલમાન ખાનની થનારી સુનાવણી સોમવાર સુધી ટળી ગઇ છે. આ કેસમાં સલમાન ખાને હાલમાં રાહત મળી છે કારણ કે આ કેસની સુનાવણી આગામી 8 એપ્રિલના થશે. સલમાન ખાન પર આ કેસમાં બિન ઇરાદાપૂર્વક હત્યાનો આરોપ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે મેજિસ્ટ્રેટની કોર્ટે સલમાન ખાન બિન ઇરાદાપૂર્વક હત્યા કરી હોવાનું તારણ કાઢ્યું છે. મેજિસ્ટ્રેટે તેના પર બિન ઇરાદાપૂર્વક હત્યાના આરોપો નક્કી કર્યા હતા જેને તેમને કોર્ટમાં પડકાર્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે સલમાનના વકિલે જણાવ્યું હતું કે સલમાન ખાનને સમન્સ મળ્યું ન હોવાથી તે આજે કોર્ટમાં હાજર થશે નહી.

મેજિસ્ટ્રેટની કોર્ટ દ્રારા કેસના સ્થળાંતર બાદ આ કેસ પ્રથમવાર સત્ર કોર્ટ સમક્ષ આવ્યો છે. મેજિસ્ટ્રેટની કોર્ટે અભિનેતા પર 'બિન ઇરાદાપૂર્વક હત્યા' કરી હોવાનું તારણ મેળવ્યું છે.

સલમાન ખાન વિરૂદ્ધ ફરિયાદી પક્ષ સાથે કોર્ટના ચુકાદા વિરૂદ્ધ કરેલી અપીલ પર સુનાવણી કરવામાં આવશે. જજે તેમના પર બિન ઇરાદાપૂર્વક કરવામાં આવેલી હત્યાનો આરોપ ગણાવ્યો હતો જેને તેમને પડકારી છે. અજાણતાં કરવામાં આવેલી હત્યાના કેસમાં દસ વર્ષની સજા છે.

-salman-khan-spotted-airport

મેજિસ્ટ્રેટે સલમાન ખાનને સત્ર કોર્ટ સમક્ષ 11 માર્ચના રોજ હાજર રહેવાનો આદેશ આપ્યો હતો પરંતુ તે દિવસે તે કોર્ટમાં ગયા ન હતા કારણ કે હજુ સુધી આ કેસ કોઇ જજને સોંપવામાં આવ્યો નથી.

સૂત્રોના જણાવ્યા અનુસાર ત્યાં ફરીથી સુનાવણી ચાલશે માટે મેજિસ્ટ્રેટની કોર્ટ સમક્ષ પુરાવા પર વિચાર કરવામાં આવશે. 28 સપ્ટેમ્બર 2002ના રોજ બાંન્દ્રાની એક બેકરી બહાર ફુટપાથ પર સૂતેલા લોકો પર સલમાન ખાને પોતાની ગાડી ચડાવી દિધી હતી જેમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતુ અને ચાર લોકોને ઇજા પહોંચી હતી. 17 સાક્ષીઓ સાથે પશ્નોતરી કર્યા બાદ મેજિસ્ટ્રેટ આ નિષ્કર્ષ પર પહોંચ્યા છે અભિનેતા વિરૂદ્ધ પ્રથમદ્રષ્ટયા બિન ઇરાદાપૂર્વક હત્યાનો કેસ બને છે.

સલમાન ખાનના વકિલ અશોક મુંદરાગીએ સેસન કોર્ટમાં અપીલ કરી છે કે સલમાન વિરૂદ્ધ મુખ્ય કેસ મેજિસ્ટ્રેટની કોર્ટ દ્રારા તેમના પર બિન ઇરાદાપૂર્વક હત્યાના આરોપોની સાથે-સાથે સુનાવણી થાય.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X