For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફોર્બ્સ મેગેઝિનના લિસ્ટમાં સલ્લુ ટોપ પર, જાડેજાની એન્ટ્રી

ફોર્બ્સ મેગેઝિને વર્ષ 2016ના ભારતની સૌથી વધુ કમાણી કરતી સોલિબ્રિટિઝનું લિસ્ટ બહાર પાડ્યું છે. જેમાં નંબર 1 પર છે હિંદી સિનેમાના સુલતાન એટલે કે સલમાન ખાન!

By Shachi
|
Google Oneindia Gujarati News

વર્ષ 2016ના હવે ગણતરીને જ દિવસો બાકી છે ત્યારે સૌ કોઇ વર્ષનું સરવૈયું કાઢવામાં વ્યસ્ત છે. હાલમાં જ ફોર્બ્સ મેગેઝિને ભારતમાં સૌથી વધુ કમાણી કરતા સ્ટાર્સનું લિસ્ટ બહાર પાડ્યું છે. આ લિસ્ટમાં પહેલા નંબરે છે બોલિવૂડના દબંગ સુલતાન સલમાન ખાન અને સાથે જ ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ આ લિસ્ટમાં ડેબ્યૂ કર્યું છે. રવિન્દ્ર જાડેજાની આ વર્ષની કમાણી છે 7.53 કરોડ રૂપિયા અને તે આ લિસ્ટમાં 35મા ક્રમે છે.

સલમાન ટોપ પર, જાડેજાની એન્ટ્રી

સલમાન ટોપ પર, જાડેજાની એન્ટ્રી

સલમાન ખાને આ વર્ષે અક્ષય કુમાર અને શાહરૂખ ખાનને પાછળ છોડીને પ્રથમ રેન્ક પ્રાપ્ત કર્યો છે. આ લિસ્ટમાં ઇન્ડિયન ક્રિકેટ કેપ્ટન વિરાટ કોહલી ત્રીજા નંબરે છે. અન્ય એક ક્રિકેટર રવિન્દ્ર જાડેજા પણ આ લિસ્ટમાં પોતાનું સ્થાન બનાવવામાં સફળ રહ્યો છે. માત્ર 28 વર્ષનો રવિન્દ્ર જાડેજા ફોર્બ્સની ધનવાનોની યાદીમાં 35 ક્રમાંકે છે અને ફેમ લિસ્ટમાં 25મા ક્રમાંકે.

ફેમ લિસ્ટમાં વિરાટ કોહલી સૌથી આગળ

ફેમ લિસ્ટમાં વિરાટ કોહલી સૌથી આગળ

કમાણીની સાથે જ સ્ટાર્સને ફેમ રેન્ક પણ અપાયા છે, જેમાં વિરાટ કોહલી સૌથી આગળ છે. ત્યાર બાદ 2જા નંબરે સલમાન અને ત્રીજા નંબરે છે શાહરૂખ ખાન. અમિતાભ બચ્ચન કમાણીમાં 9મા સ્થાને છે, પરંતુ ફેમના લિસ્ટમાં તે ટોપ 5માં પોતાનું નામ જાળવી શક્યા છે. ફેમ લિસ્ટમાં 4થા નંબરે છે મહેન્દ્ર સિંહ ધોની અને 5મા નંબરે બિગ બી.

ટોપ 10માં માત્ર બે ફીમેલ સેલિબ્રિટિઝ

ટોપ 10માં માત્ર બે ફીમેલ સેલિબ્રિટિઝ

ટોપ 10ની યાદીમાં માત્ર બે ફીમેલ સેલિબ્રિટિઝને સ્થાન મળ્યું છે અને તે છે દિપીકા પાદુકોણ તથા પ્રિયંકા ચોપરા. આ લિસ્ટમાં ફરી એક વાર દિપીકાએ પ્રિયંકાને પાછળ છોડી દીધી છે. ફેમ રેન્કમાં દિપીકા આગળ હોવાને કારણે તેને આ લિસ્ટમાં 6ઠ્ઠું સ્થાન મળ્યું છે અને પ્રિયંકા ચોપરા 8મા સ્થાને છે.

ટોપ 10 સેલિબ્રિટીઝનું લિસ્ટ

ટોપ 10 સેલિબ્રિટીઝનું લિસ્ટ

  1. સલમાન ખાન - રૂ. 270 કરોડ
  2. શાહરૂખ ખાન - રૂ. 221.75 કરોડ
  3. વિરાટ કોહલી - રૂ. 134.44 કરોડ
  4. અક્ષય કુમાર - રૂ. 203.03 કરોડ
  5. મહેન્દ્ર સિંહ ધોની - રૂ. 122.48 કરોડ
  6. દિપીકા પાદુકોણ - રૂ. 69.75 કરોડ
  7. સચિન તેંડુલકર - રૂ. 58 કરોડ
  8. પ્રિયંકા ચોપરા - રૂ. 76 કરોડ
  9. અમિતભ બચ્ચન - રૂ. 32.62 કરોડ
  10. હૃતિક રોશન - રૂ. 90.25 કરોડ

English summary
Salman Khan tops 2016 Forbes India Celebrity 100 List; Shahrukh at No. 2, Virat Kohli jumps to third position and highest by fame; veteran Rajinikanth among biggest gainers from last year.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X