For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હિન્દુ આતંકવાદ: ગૃહમંત્રીને મળ્યું વિદેશમંત્રીનું ખુલ્લુ સમર્થન

|
Google Oneindia Gujarati News

salman khurshid
નવી દિલ્હી, 22 જાન્યુઆરી: કેન્દ્રીય ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદેએ હિન્દુ આતંકવાદ ઉપર આપલે ભાષણના મુદ્દે કેન્દ્રીય વિદેશ મંત્રી સલમાન ખુર્શીદ ખુલ્લીને તેમના સમર્થનમાં આવ્યા છે. તેમણે મંગળવારે જણાવ્યું કે સુશીલ કુમાર શિંદેએ જે કંઇપણ કહ્યું છે તે તથ્યોના આધારે કહ્યું છે.

ખુર્શીદે દક્ષિણ પંથી આતંકવાદ પર ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદેની ટિપ્પણીના સંદર્ભમાં તેમને સમર્થન આપતા જણાવ્યું કે એવા તત્વો છે જે ઘૃણિત પ્રક્રિયાઓમાં લાગેલા છે. સાથે સાથે ખુર્શીદે એ પણ જણાવ્યું કે આતંકવાદનો કોઇ ધર્મ અને રંગ નથી હોતો. ધર્મને આતંકવાદ સાથે જોડવો જોઇએ નહી.

આ પહેલાના ઘટનાક્રમમાં ગયા રવિવારે રાજસ્થાનની રાજધાની જયપુરમાં કેન્દ્રીય ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદેએ ભાજપા અને રાષ્ટ્રીય સ્વયંમસેવક સંઘ પર દેશમાં હિન્દુ આતંકવાદ ફેલાવવા માટે આતંકી તાલિમ શિબિર ચલાવવાનો આરોપ લગાવ્યો હતો. આ મુદ્દે આરએસએસ અને બીજેપીએ ગૃહમંત્રી અને કોંગ્રેસની ટીકા કરી હતી અને સોનિયા ગાંધી અને તેમની પાર્ટી માફી માગે તેવું જણાવ્યું છે.

બીજી બાજું ખુર્શીદે જણાવ્યું કે ભારતીય સૈનિકનું સર કલમ કરવાની ઘટના અંગે પાકિસ્તાન સાથે વાતચીત અંગે વિદેશમંત્રી સલમાન ખુર્શીદે જણાવ્યું કે આ અંગે હું કોઇ ઉતાવળીયું પગલું ભરવાનો નથી.

English summary
External affairs minister Salman Khurshid today backed home minister Sushilkumar Shinde's statement on " Hindu terrorism" saying it was based "entirely on facts" made available by investigative agencies. He, however, said that terror has no religion and colour.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X