For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પુલવામા જેવા હુમલા થતા રહે છેઃ કોંગ્રેસ નેતા સામ પિત્રોડાનું વિવાદિત નિવેદન

ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ અને રાહુલ ગાંધીના ખૂબ જ નજીક ગણાતા સામ પિત્રોડાએ બાલાકોટ એર સ્ટ્રાઈકમાં માર્યા ગયેલા આતંકીઓની સંખ્યા પર સવાલ ઉઠાવ્યા છે.

|
Google Oneindia Gujarati News

પુલવામા આતંકી હુમલા બાદ ભારતીય વાયુસેના દ્વારા પાકિસ્તાનના બાલાકોટમાં આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદની છાવણીઓ પર કરવામાં આવેલી એર સ્ટ્રાઈક પર રાજકારણ હજુ પણ ચાલુ છે. ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ અને રાહુલ ગાંધીના ખૂબ જ નજીક ગણાતા સામ પિત્રોડાએ બાલાકોટ એર સ્ટ્રાઈકમાં માર્યા ગયેલા આતંકીઓની સંખ્યા પર સવાલ ઉઠાવ્યા છે. સામ પિત્રોડાએ કહ્યુ, 'જો વાયુસેનાએ 300 આતંકીઓને માર્યા એ તો ઠીક છે પરંતુ હું બસ એ કહી રહ્યો છુ કે તમે મને કંઈક વધુ તથ્ય આપીને આને સાબિત કરી શકો છો.' જ્યારે પુલવામા હુમલા પર પણ કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ વિવાદિત નિવેદન આપ્યુ છે.

એર સ્ટ્રાઈકમાં શું ખરેખર 300 આતંકી માર્યા ગયા?

એર સ્ટ્રાઈકમાં શું ખરેખર 300 આતંકી માર્યા ગયા?

સામ પિત્રોડાએ કહ્યુ, ‘હું વધુ જાણવા ઈચ્છીશ જેમ કે મે ન્યૂયોર્ક ટાઈમ્સ અને અન્ય સમાચાર પત્રોમાં વાંચ્યુ છે, અમે વાસ્તવમાં શું હુમલ કર્યો, અમે વાસ્તવમાં 300 લોકોને માર્યા?' તેમણે કહ્યુ કે આંતરરાષ્ટ્રીય મીડિયાનું બાલાકોટ એર સ્ટ્રાઈક પર કંઈક અલગ જ કહેવુ છે. તે એર સ્ટ્રાઈકની અસર પર કંઈક અલગ જ કહી રહ્યા છે. એવામાં વાયુસેનાના ઑપરેશન વિશે ભારતના લોકોને જાણવાનો હક છે કારણકે આંતરરાષ્ટ્રીય મીડિયા કહી રહી છે કે આ સ્ટ્રાઈકમાં કોઈ માર્યુ ગયુ નથી.

પુલવામા જેવા હુમલા થતા રહે છે - સામ પિત્રોડા

સામ પિત્રોડાએ કહ્યુ કે, ‘એક નાગરિક તરીકે મને જાણવાનો હક છે અને જો હું પૂછી રહ્યો છુ તો આ મારુ કર્તવ્ય છે, આનો અર્થ એ નહિ કે હું રાષ્ટ્રવાદી નથી. આનો અર્થ એ નથ કે હું તે કે આ તરફ છુ. આપણે આ બધા તથ્ય જાણવા જોઈએ. જો તમે કહો છો કે 300 લોકો માર્યા ગયા તો મારે તે જાણવુ છે. દેશના લોકોએ આ જાણવુ જોઈએ.'

અમુક લોકોની ભૂલની સજા આખા પાકિસ્તાનને આપવી યોગ્ય નથી

પિત્રોડાએ કહ્યુ કે મને પુલવામા હુમલા વિશે વધુ ખબર નથી પરંતુ આવા હુમલા થતા રહે છે. મુંબઈની તાજ હોટલ અને ઓબેરૉય હોટલમાં પણ હુમલા થયા. અમે પણ એ સમયે પ્રતિક્રિયા આપી શકતા હતા અને પોતાના વિમાન મોકલી શકતા હતા પરંતુ આ રીતે કરવુ યોગ્ય ન હોત. તેમણે મુંબઈના 26/11 હુમલાનો ઉલ્લેખ કરતા કહ્યુ કે આઠ લોકો આવે છે અને કંઈક કરે તો આના માટે તમે આખા દેશને (પાકિસ્તાન)ને દોષી ન ગણી શકો. અમુક લોકો અહીં આવ્યા અને તેણે હુમલો કર્યો આના માટે આખા દેશને જવાબદાર માનવો બાલીશ વાત છે.

આ પણ વાંચોઃચૂંટણી મોસમમાં નોટબંધી બાદ કેશના સર્ક્યુલેશનમાં જબરદસ્ત વધારોઆ પણ વાંચોઃચૂંટણી મોસમમાં નોટબંધી બાદ કેશના સર્ક્યુલેશનમાં જબરદસ્ત વધારો

English summary
Sam Pitroda, congress leader questions death toll in Balakot air strike
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X