યુપીમાં BJPને ટક્કર આપવા નગરપાલિકા ચૂંટણીઓમાં SP-RLD સાથે આવશે, જાણો શું કહે છે સમીકરણ?
ઉત્તરપ્રદેશમાં ફરીથી એક વખત લોકસભા ચૂંટણી પહેલા નગરપાલિકાની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે. ભારતની રાજનીતિમાં સૌથી મહત્વના ગણાતા યુપીમાં ફરીથી રાજનીતિ સક્રિય થઈ છે. સામે આવી રહેલા અહેવાલો અનુસાર હવે યુપીમાં રાષ્ટ્રીય લોક દળ સાથે મળીને અખિલેશ યાદવ યોગીને ટક્કર આપવાની તૈયારી કરી રહ્યા છે.
હાલમાં જ સમાજવાદી પાર્ટી અધ્યક્ષ અખિલેશ યાદવે નગરપાલિકાની ચૂંટણી લડવાની રણનીતિ વિશે વાત કરી અને કહ્યું કે, તે ગઠબંધનથી આ ચૂંટણી લડશે. આ સંદર્ભમાં પ્રથમ વખત રાષ્ટ્રીય લોકદળ સમાજવાદી પાર્ટી સાથે મળીને ચૂંટણી લડવા જઈ રહ્યું છે.

નગરપાલિકા ચૂંટણીઓમાં સમાજવાદી પાર્ટી સાથે આરએલડીનું ગઢબંધન ઘણા સમીકરણો બદલી શકે છે. આરએલડી અધ્યક્ષ જયંત ચૌધરીએ મહાગઠબંધનના સંકલન માટે એક સમિતિ પણ બનાવી છે. આ સમિતિમાં 7 સભ્યો છે. અખિલેશ યાદવની જાહેરાત બાદ પાર્ટીએ તમામ જિલ્લાઓમાંથી વિજેતા ઉમેદવારોની અરજીઓ મંગાવી છે. આરએલડી તમામ જિલ્લાઓમાંથી વિજેતા ઉમેદવારોના આવેદનપત્રો એકત્રિત કરી રહી છે. જે બાદ સમિતિ સાથે ચર્ચા કરીને નામ જાહેર કરાશે.
નગરપાલિકા ચૂંટણીઓમાં સમાજવાદી પાર્ટી સાથે આવવાથી પશ્ચિમ યુપીના ઘણા જિલ્લાઓમાં ચૂંટણી સમીકરણ બદલાશે. મેરઠ, બાગપત, સહારનપુર, મુઝફ્ફરનગર, બુલંદશહેર, અલીગઢ, મથુરા સહિત અનેક જિલ્લાઓમાં આરએલડીની મોટી વોટ બેંક છે. જેનો બંને પક્ષોને ઘણો ફાયદો થશે. આ ગઠબંધન જાટ અને ગુર્જર મતોને સમાજવાદી પાર્ટી અને મુસ્લિમ મતદારોને આરએલડી તરફ લાવી શકે છે.












Click it and Unblock the Notifications
