મુલાયમસિંહના પગે પડી પુત્રવધુ ડિમ્પલે ગૃહમાં બતાવ્યું જોર!
લખનઉ, 7 મે : ઉત્તર પ્રદેશની ભાભી, યુપીના મુખ્યમંત્રી અખિલેશ યાદવની પત્ની અને સમાજવાદી પાર્ટીની કન્નૌજથી સાંસદ ડિમ્પલ આદવે મંગળવારે સંસદ ભવનમાં દરેકનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરી લીધું. એક આદર્શ પુત્રવધુ તરીકે તેણે ગૃહમાં બધાની સામે તેણે પોતાના સસરા મુલાયમ સિંહ યાદવના પગે પડી અને પોતાના સ્થાને આવીને જોરદાર નારેબાજી કરી.
એકવાર સ્થગિત થયા બાદ ગૃહની બેઠક જ્યારે 12 વાગ્યે શરૂ થઇ ત્યારે સપા સભ્ય સચ્ચર સમિતિની માંગોને લાગૂ કરવાની માંગ કરતા આસન સમક્ષ આવી ગયા. સપા સભ્ય ડિમ્પલ યાદવ પણ સપા સભ્યોની સાથે આસન તરફ વધી. આ દરમિયાન ડિમ્પલે આગળની હરોળમાં બેઠેલા સપા પ્રમુખ અને પોતાના સસરા મુલાયમ સિંહ યાદવના પગે પડી આશિર્વાદ લીધા અને પોતાના આસન પર જઇને જોરદાર નારેબાજી કરી.













Click it and Unblock the Notifications
