સમાજવાદી પાર્ટીએ લોકસભા ચૂંટણી માટે 55 ઉમેદવારો જાહેર કર્યા

સપાના રાષ્ટ્રીય મહાસચિવ તથા પ્રવક્તા રામગોપાલ યાદવે જણાવ્યું કે લોકસભા ચૂંટણી 2014ના ઉમેદવારોની સૂચિમાં સામેલ કરવામાં આવેલા મુખ્ય નામોમાં મૈનપુરીથી સપા પ્રમુખ મુલાયમ સિંહ યાદવ, કન્નોજથી તેમની સાંસદ વહૂ ડિમ્પલ યાદવ, લખનૌથી અશોક બાજપેયી તથા બદાયૂંથી ધર્મેન્દ્ર યાદવનો સમાવેશ થાય છે.
યાદવે જણાવ્યું કે રાજ્ય વિધાનસભા અધ્યક્ષ માતાપ્રસાદ પાંડે પણ ડુમરિયાગંજ લોકસભા સીટ પરથી સપાના ઉમેદવાર બનશે. આ યાદીમાં કોઇ ફેરફાર થશે નહીં. જો કોઇ અણધારી મુશ્કેલી ઉભી થશે તો તેમાં ફેરફાર કરવો પડે. અત્યારે એવી કોઇ સ્થિતિ લાગતી નથી કે યાદીમાં ફેરફાર કરવો પડે. પહેલા યાદી જાહેર કરવાનો સૌથી મોટો ફાયદો એ રહે છે કે મતદારો ઉમેદવારો પાસે સરળતાથી પહોંચી શકે છે. આ ઉપરાંત ઉમેદવાર પણ સારી તૈયારી કરી શકે છે.












Click it and Unblock the Notifications
