For Daily Alerts

'જિલ્લા ગાઝિયાબાદ'માં એસપી નેતાની ઘરમાં ઘુસી ગોળી મારી હત્યા
નવી દિલ્હી, 25 ફેબ્રુઆરી: ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં સમાજવાદી પાર્ટીના એક નેતાની ખરા દિવસે ઘરમાં ઘુસી જઇને હત્યા કરી દેવાઇ છે. સમાજવાદી પાર્ટીના આ નેતા યશવીર યાદવની તેમના જ ઘરમાં ઘુસીને કેટલાક અજાણ્યા શખ્શોએ હત્યા કરી નાખતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.
સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર નેતાના ઘરમાં ઘુસીને લગભગ 8 જેટલા અજાણ્યા શખ્શોએ હુમલો કરીને નેતાની હત્યા કરી નાખી. જોકે હજી સુધી હત્યા પાછળના કારણોનો ખુલાસો થઇ શક્યો નથી. પોલીસ મામલાની તપાસ કરી રહી છે, પરંતુ પોલીસના હાથે હજી સુધી કોઇ સબુત હાથ લાગ્યા નથી.
સમાજવાદી પાર્ટીના નેતા સોમવારે સવારે ગાઝિયાબાદના બમહટ્યા ગામમાં પોતાના ઘરમાં બહાર જવા માટે તૈયાર થઇ રહ્યા હતા. દરમિયાન તેમના પર કેટલાંક અજાણ્યા શખ્શોનું ટોળું ઘરમાં ધસી આવ્યું અને તેમની પર અંધાધૂંધ ફાયરીંગ કરીને ફરાર થઇ ગયા.
વ્યવસાયે વકીલ આ સપા નેતાનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું અને તેમનો ગનર ઝખમી થઇ ગયો હતો. જોકે પોલીસ આ હુમલાને અંગત અદાવત ગણાવે છે.
Comments
samajwadi party leader shot dead utter pradesh gaziabad ઉત્તર પ્રદેશ ગાઝિયાબાદ સમાજવાદી પાર્ટી યશવીર યાદવ હત્યા
English summary
Samajwadi party's leader shot dead at home in utter pradesh.