PM મોદી વિશે સંબિત પાત્રા એવુ બોલી ગયા કે, હવે માંગી માફી, પ્રાયશ્ચિત માટે કરશે 3 દિવસનુ વ્રત
ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રા પુરી, ઓડિશાથી પાર્ટીના લોકસભા ઉમેદવાર છે. સંબિત પાત્રાએ જે રીતે ભગવાન જગન્નાથને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભક્ત ગણાવ્યા તે બદલ માફી માંગી છે. તેમણે કહ્યું કે હું આ ભૂલ માટે પસ્તાવો કરીશ અને આગામી ત્રણ દિવસ સુધી ઉપવાસ પર રહીશ.
રાત્રે લગભગ 1 વાગે સોશિયલ મીડિયા પર આ વીડિયો શેર કરતા સંબિત પાત્રાએ લખ્યું, 'મહાપ્રભુ શ્રી જગન્નાથજી વિશે મેં કરેલી ભૂલથી આજે મારો અંતરાત્મા ખૂબ જ દુઃખી છે.

હું મહાપ્રભુ શ્રી જગન્નાથજીના ચરણોમાં માથું નમાવી ક્ષમા ચાહું છું. હું પસ્તાવો કરવા અને મારી ભૂલ સુધારવા માટે આગામી 3 દિવસ ઉપવાસ કરીશ. સંબિત પાત્રાએ કહ્યું કે મારી જીભ લપસી ગઈ અને મારાથી ભૂલ થઈ ગઈ. ઓડિશાના મુખ્યપ્રધાન નવીન પટનાયકે જે રીતે સંબિત પાત્રાને તેમના નિવેદનને લઈને ઘેર્યા, ત્યાર બાદ પાત્રાએ કહ્યું કે પીએમ મોદીના રોડ શોની સફળતા બાદ મેં ઘણી મીડિયા ચેનલોને નિવેદન આપ્યા.
આ દરમિયાન મેં દરેક જગ્યાએ કહ્યું કે પીએમ મોદી ભગવાન જગન્નાથના ભક્ત છે. પરંતુ એક જગ્યાએ મેં ભૂલથી વિપરીત નિવેદન આપી દીધું અને ભગવાન જગન્નાથને પીએમ મોદીના ભક્ત કહ્યા. કેટલીકવાર જીભ લપસી જાય છે, તમે જાણો છો, તેથી તેને મુદ્દો બનાવશો નહીં.
સંબિત પાત્રાના નિવેદન પર પ્રહાર કરતા ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે કહ્યું કે ભગવાન જગન્નાથ મહાપ્રભુ શ્રી જગન્નાથ બ્રહ્માંડના ભગવાન છે. મહાપ્રભુને કોઈપણ મનુષ્યનો ભક્ત કહેવો એ ઈશ્વરનું અપમાન છે. આ નિવેદનથી ભગવાન જગન્નાથના કરોડો ભક્તોની આસ્થાને ઠેસ પહોંચી છે.
आज महाप्रभु श्री जगन्नाथ जी को लेकर मुझसे जो भूल हुई है, उस विषय को लेकर मेरा अंतर्मन अत्यंत पीड़ित है।
— Sambit Patra (Modi Ka Parivar) (@sambitswaraj) May 20, 2024
मैं महाप्रभु श्री जगन्नाथ जी के चरणों में शीश झुकाकर क्षमा याचना करता हूँ। अपने इस भूल सुधार और पश्चाताप के लिए अगले 3 दिन मैं उपवास पर रहूँगा।
जय जगन्नाथ। 🙏
ଆଜି ଶ୍ରୀ… pic.twitter.com/rKavOxMjIq












Click it and Unblock the Notifications
