For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચુલ્હા પર ખાવાનું બનાવતી મહિલાનો વીડિયો શેર કરીને સંબિત પાત્રા ફસાયા

લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજનૈતિક પાર્ટીઓ પોતાના મતવિસ્તારમાં પ્રચાર કરવામાં લાગી ગયા છે.

|
Google Oneindia Gujarati News

લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજનૈતિક પાર્ટીઓ પોતાના મતવિસ્તારમાં પ્રચાર કરવામાં લાગી ગયા છે. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા અને ઑડિશાની પુરી લોકસભા સીટના ઉમેદવાર સંબિત પાત્રા પણ પ્રચારમાં જોડાઈ ગયા છે. પરંતુ રવિવારે તેમના ઘ્વારા શેર કરવામાં આવેલા વીડિયોને કારણે તેમની ફજેતી પણ થઇ રહી છે. ઘણા યુઝરે તેમના આ વીડિયો ઘ્વારા કેન્દ્ર સરકારની ઉજ્જવલા યોજના પર સવાલ ઉભા કર્યા છે.

આ પણ વાંચો: ભાજપે ગુજરાતના વધુ 3 સાંસદોની ટિકિટ કાપી, નવા ચહેરાઓને તક

વૃદ્ધ મહિલા ચુલ્હા પર ખાવાનું બનાવી રહી છે

વૃદ્ધ મહિલા ચુલ્હા પર ખાવાનું બનાવી રહી છે

પુરી લોકસભા સીટથી ચૂંટણી લડી રહેલા સંબિત પાત્રા ચૂંટણી પ્રચાર દરમિયાન આ સંસદીય વિસ્તારમાં ઘણા ગરીબ પરિવારોના ઘરે ભોજન કરતા જોવા મળ્યા. તેની ફોટો અને વીડિયો પણ તેમને જાતે જ ટવિટ કર્યો, પરંતુ તેના કારણે તેઓ ફસાયા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે વૃદ્ધ મહિલા ચુલ્હા પર ખાવાનું બનાવી રહી છે, જયારે પાસે બેસેલા સંબિત પાત્રા પોતે પણ ખાઈ રહ્યા છે અને મહિલાને પણ ખવડાવી રહ્યા છે.

ઘણા યુઝરે સંબિત પાત્રાને ટ્રોલ કર્યો

આ વીડિયો અંગે ઘણા રાજનૈતિક દળો ઘ્વારા પણ સવાલ ઉભા કરવામાં આવ્યા છે. આપને જણાવી દઈએ કે મોદી સરકારે ઉજ્જવલા યોજનાનો જોરદાર પ્રચાર કર્યો છે. પીએમ મોદી પણ ઘણીવાર કહી ચુક્યા છે કે તેમની સરકારે મહિલાઓને ચુલાના ધુમાડાથી રાહત અપાવી છે અને ઘરે ઘરે સિલિન્ડર પહોંચાડવાનું કામ કર્યું છે. સંબિત પાત્રાના વીડિયો પછી લોકોએ મોદી સરકાર પર પ્રહાર કરવાનું ચાલુ કર્યું. ટ્વિટર પર વીડિયો પોસ્ટ થયા પછી લોકોએ સંબિત પાત્રાને ટ્રોલ કરવાનું ચાલુ કર્યું છે.

સત્યને ક્યાં સુધી સંતાડશો

સંબિત પાત્રાએ ટવિટ કરીને લખ્યું હતું કે, આ મારો પોતાનો પરિવાર છે, માતાએ ખાવાનું બનાવીને ખવડાવ્યું મેં મારા હાથોથી તેમને ખાવાનું ખવડાવ્યું. હું માનું છું કે તેમની સેવા જ ભગવાનની સૌથી મોટી સેવા છે. સંબિત પાત્રાના ટવિટ પર મહિલા કોંગ્રેસે જણાવ્યું કે આખતે સંબિત પાત્રાએ સત્ય સામે લાવી જ દીધું કે ઉજ્જવલા યોજનાના આટલા ખોટા પ્રચાર મહિલાઓ ચૂલા પર ખાવાનું બનાવી રહી છે. ખોટા આંકડા ક્યાં સુધી બતાવશો? સત્ય ક્યાં સુધી સંતાડશો?

English summary
sambit patra shares video of woman cooking on firewood, opposition questions
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X