Sameer Wankhede : કોના બાપની દિવાળી? સમીર વાનખેડે પાસે અધધ કરોડોની સંપત્તિ
Sameer Wankhede : નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના પૂર્વ એન્ટી ડ્રગ્સ અધિકારી સમીર વાનખેડેને લઇને ઘણા ખુલાસા કરવામાં આવ્યા છે. એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, બોલીવુડ અભિનેતા શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાનને ડ્રગ્સ કેસમાં ધરપકડ કરવાવાળા પૂર્વ એન્ટી ડ્રગ્સ અધિકારી સમીર વાનખેડેએ પોતાના પરિવાર સાથે ઘણી વિદેશ યાત્રાએ કરી છે. આ સાથે તેમની પાસે આવક કરતા વધુ સંપત્તિ પણ મળી આવી છે.
સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) સમીર વાનખેડેના કેસની તપાસ કરી રહી છે. CBI દ્વારા નોંધવામાં આવેલી એફઆઈઆરમાં દાવો કરવામાં આવ્યો છે કે, સમીર વાનખેડે અને અન્ય કેટલાક લોકોએ શાહરૂખ ખાનના પરિવાર પાસેથી 25 કરોડ રૂપિયાની લાંચ માંગવાનું કાવતરું ઘડ્યું હતું. તેમણે શાહરૂખ ખાનના પરિવારને એવી પણ ધમકી આપી હતી કે, જો 25 કરોડ રૂપિયા નહીં, મળે તો તે આર્યન ખાનને કથિત ડ્રગ બસ્ટમાં ફસાવી દેશે.

એનસીબીના વિજિલન્સ વિભાગના રિપોર્ટમાં જણાવાયું છે કે, આર્યન ખાન અને તેના મિત્ર અરબાઝ મર્ચન્ટના નામ છેલ્લી ક્ષણે ઉમેરવામાં આવ્યા હતા અને અન્ય કેટલાક શંકાસ્પદોને પડતા મૂકવામાં આવ્યા હતા. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, રેડ દરમિયાન એક શકમંદ પાસેથી રોલિંગ પેપર મળી આવ્યા હોવા છતાં તેને છોડી દેવામાં આવ્યો હતો.
આર્યન ખાનની કસ્ટડીમાં ઘણી બેદરકારી પણ કરવામાં આવી છે. જેમાં સ્વતંત્ર સાક્ષી કિરણ ગોસાવી ઉર્ફે કેપી ગોસાવીએ કસ્ટડીમાં તેની સાથે સેલ્ફી લીધી હતી. સમીર વાનખેડે પર NCB ઓફિસના CCTV ફૂટેજ સાથે ચેડા કરવાનો આરોપ છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, જે રાત્રે આર્યન ખાનને એનસીબી ઓફિસમાં લાવવામાં આવ્યો હતો તે ડીવીઆર અને હાર્ડ કોપી રિકવર કરવામાં આવી નથી.
રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, 2017 થી 2021 સુધીના છેલ્લા 5 વર્ષમાં સમીર વાનખેડેએ તેના પરિવાર સાથે 6 વિદેશ યાત્રાઓ કરી છે. દેશોની યાદીમાં યુકે, આયર્લેન્ડ, પોર્ટુગલ, દક્ષિણ આફ્રિકા અને માલદીવનો સમાવેશ થાય છે, જ્યાં તે 55 દિવસ રોકાયો હતો, પરંતુ તેમણે દાવો કર્યો છે કે, તેમણે માત્ર 8.75 લાખ રૂપિયા જ ખર્ચ્યા છે, પરંતુ આ 5 દેશોની ફ્લાઈટ ટિકિટમાં આટલા પૈસા ખર્ચાયા હશે.
રિપોર્ટમાં સમીર વાનખેડેની મોંઘી ઘડિયાળો અને અન્ય સંપત્તિઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે તેમની આવકના જાણીતા સ્ત્રોતોથી અપ્રમાણસર છે. આમાં એક રોલેક્સ ઘડિયાળનો પણ સમાવેશ થાય છે જે દેખીતી રીતે તેમને MRP કરતા ઘણી ઓછી કિંમતે વેચવામાં આવી હતી, જેની અંદાજિત કિંમત 17 થી 22 લાખ રૂપિયા છે. તેની પાસે મુંબઈમાં ચાર ફ્લેટ અને વાશિમમાં 41,688 એકર જમીન પણ છે.
એજન્સીએ પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે કે, સમીર વાનખેડેએ દાવો કર્યો છે કે, તેમણે ગોરેગાંવમાં પાંચમા ફ્લેટ માટે 82.8 લાખ રૂપિયા ખર્ચ્યા છે, પરંતુ તેની કિંમત 2.45 કરોડ રૂપિયા છે.
લગ્ન પહેલા તેમણે અને તેની પત્નીએ 1.25 કરોડ રૂપિયામાં ખરીદેલા ફ્લેટનો પણ ઉલ્લેખ છે. 1.25 કરોડ ક્યાંથી આવ્યા તેનો કોઈ ઉલ્લેખ નથી.
સમીર વાનખેડે અને તેની પત્નીના આવકવેરા રિટર્નમાં તેમની વાર્ષિક આવક રૂપિયા 45,61,460 દર્શાવવામાં આવી છે, જે દર્શાવે છે કે, તેઓએ તેમની વિદેશ યાત્રાઓ અને અન્ય સંપત્તિઓને કેવી રીતે ભંડોળ પૂરું પાડ્યું છે.












Click it and Unblock the Notifications
