..તો શું અલગ થઇ રહ્યા છે સાનિયા મિર્ઝા અને શોએબ?
નવી દિલ્હી, 12 માર્ચ: ભારતની જાણીતી ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાના ખુશહાલ જીવન પર દુ:ખના વાદળ મંડરાઇ રહ્યા છે. સૂત્રો દ્વારા મળી રહેલી માહિતી અનુસાર ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા પોતાના ક્રિકેટર પતિ શોએબ મલિકથી છૂટાછેડા લેવા જઇ રહી છે. બંને ઘણા લાંબા સમયથી એકબીજાને મળ્યા પણ નથી.
તેમણે 12 એપ્રિલ 2010ના રોજ પાકિસ્તાનના પૂર્વ કપ્તાન અને બોલર શોએબ મલિક સાથે લગ્ન કર્યા હતા. સાનિયા અને શોએબના લગ્નને ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોને મજબૂત કરવાની એક કડી પણ માનવામાં આવી. છેલ્લા ઘણા વર્ષોથી તે ટેનિસ જગતમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહી છે. તે શાનદાર ખેલાડી હોવા ઉપરાંત ટેનિસ વર્લ્ડની હોટ ખેલાડીઓમાં પણ ઉપર છે.
બંને દેશો માટે આદર્શ માનવામાં આવેલી આ જોડીના લગ્નેત્તર જીવનમાં ખટાસના કારણને તપાસી શકાયું નથી. અત્રે નોંધનીય છે કે આ પહેલા ફિલ્મજગતના સુપરસ્ટાર ઋત્વિક રોશન અને સુજૈન ખાનની વચ્ચે મતભેદ એટલા વધ્યા કે આખરે બંનેએ અલગ થવું પડ્યું.













Click it and Unblock the Notifications
