સંજય દત્તનો નિર્ણય : 18 એપ્રિલે કરશે આત્મસમર્પણ

ચાલુ અઠવાડિયે સંજય તેના બનેવી અને એક્ટર કુમાર ગૌરવની સાથે દતિયા ગયો હતો જ્યાં એણે પીતાંબરા પીઠમાં વિધિવત્ પૂજા અર્ચના કરી હતી. હાલ એ પોતે હાથમાં લીધેલી ફિલ્મોનું શૂટિંગ પૂરું કરવામાં વ્યસ્ત છે. સંજયની નિકટના સૂત્રોનું કહેવું છે કે સંજય તેની અટકેલી તમામ ફિલ્મોનું શૂટિંગ 13થી 17 એપ્રિલ સુધીમાં પૂરું કરી દેવા માગે છે. આ ફિલ્મોમાં રાજકુમાર હિરાનીની ફિલ્મ ‘પી.કે.'નું શૂટિંગ પણ 13 એપ્રિલ સુધીમાં પૂરું કરી દેવા ઇચ્છે છે.
ઉલ્લેખનીય છે કે 1993ના મુંબઇ બ્લાસ્ટ કેસમાં સુપ્રિમ કોર્ટના ચુકાદા બાદ હવે સંજય દત્ત પાસે જેલની સજાથી બચવા માટે ખુબ ઓછા વિકલ્પ બચ્યાં છે. સંજય આ પહેલાં 18 મહિનાની જેલ ભોગવી ચુક્યો છે અને હવે તેને સાડા ત્રણ વર્ષ જેલમાં રહેવું પડશે. એક નાનું આશાનું કિરણ છે કે જો તેમની પુનવિચાર યાચિકા સ્વિકારવામાં આવે છે તો ચુકાદા પર સ્ટે આવી શકે છે. પરંતુ તેમને એ સ્પષ્ટ છે કે બધા માટે પુનવિચાર યાચિકાનો વિકલ્પ ખુલ્લો હોતો નથી અને પુનવિચાર યાચિકાને ત્યારે સ્વિકારવામાં આવે છે જ્યારે કોર્ટના ચુકાદામાં કોઇ ટેક્નિકલ ભુલ હોય.












Click it and Unblock the Notifications
