સંજય દત્તને યરવાડા જેલમાં રાખવામાં આવે એવી શક્યતા

એડીશ્નલ ડાયરેકટર જનરલ ઓફ પોલીસ (પ્રિઝન) નિરન બોરવાંકરે જણાવ્યુ છે કે, સરેન્ડર થયા પછી સંજય દત્તને કયાં રાખવો એ અમે અત્યારથી મીડીયાને કહી શકીએ નહી. દરમિયાન જેલના વર્તુળોના જણાવ્યા પ્રમાણે સંજય દત્તને યરવડા જેલમાં મોકલી દેવાશે. હાઇપ્રોફાઇલ આરોપીને જે સગવડતા જોઇએ તે બધી આ જેલમાં છે અને તે સલામત છે.
જેલ ઓફિસરના જણાવ્યા પ્રમાણે પ્રોસીજર અનુસાર સંજય દત્ત પહેલા ટાડા કોર્ટ સમક્ષ સરન્ડર કરશે અને ત્યાંથી તેને આર્થર રોડ જેલમાં મોકલી દેવાશે જયાં પણ તેને સુરક્ષા અપાશે. અગાઉ તે થાણેની જેલમાં હતો જયાં તેને અંડા સેલમાં રાખવામાં આવ્યો હતો. બાદમાં યરવડા જેલમાં મોકલી તેને અલગ સેલ અપાયુ હતુ.
સંજય દત્તને 16મી મેએ સરન્ડર થવાનુ છે. હવે તેની પાસે રાહત માટે કયુરેટીવ પીટીશન દાખલ કરવાનો માર્ગ બાકી રહ્યો છે. જો માફીની તેની અરજી મહારાષ્ટ્રના રાજયપાલ સ્વીકારે તો તેને રાહત મળી શકે છે પરંતુ હાલ તો તેને નક્કી કરેલા દિવસે સરન્ડર થવાનું છે અને જેલમાં જવાનુ છે અને પછી તેણે અરજી કરવાની રહે છે.












Click it and Unblock the Notifications
