સંજય રાઉતને માનહાનિ કેસમાં 15 દિવસની સજા, જાણો શું છે કેસ?
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી ટૂંક સમયમાં જાહેર થવાની છે. આ વચ્ચે શિવસેના યુબીટીની મુશ્કેલીમાં વધારો થયો છે. શિવસેના યુબીટીના નેતા અને રાજ્યસભા સાંસદ સંજય રાઉતને મુંબઈની એક અદાલતે ઝટકો આપ્યો છે.
મુંબઈની અદાલતે એક ચુકાદો આપતા સંજય રાઉતને 15 દિવસની જેલની સજા સંભળાવી છે. આ સાથે સંજય રાઉતને 25000 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો.
સંજય રાઉતે ભારતીય જનતા પાર્ટીના નેતા કિરીટ સોમૈયાની પત્ની ડૉ. મેધા કિરીટ સોમૈયા પર આ બદનક્ષીભરી ટિપ્પણી કરી હતી, સંજય રાઉતે તેમના પર ભ્રષ્ટાચારના કેસમાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો હતો.
ભાજપના નેતા કિરીટ સોમૈયાના પત્ની ડૉ. મેધા કિરીટ સોમૈયાએ ફોજદારી માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. આ માનહાનિ કેસની સુનાવણી કરતી વખતે મુંબઈની એક કોર્ટે શિવસેના (UBT) નેતા સંજય રાઉતને દોષિત ઠેરવ્યા છે.

ડૉ. મેધા સોમૈયા દ્વારા દાખલ કરવામાં આવેલા આ માનહાનિના કેસમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે, સંજય રાઉતે તેમની વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરી હતી.
સંજય રાઉતે તેમના અને તેમના પતિ કિરીટ સૌમર્યા પર મીરા ભાયંદર મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારક્ષેત્ર હેઠળના જાહેર શૌચાલયના નિર્માણ સંબંધિત 100 કરોડ રૂપિયાના ભ્રષ્ટાચારમાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો હતો.
આ આરોપોને કારણે ડૉ. મેધા કિરીટ સોમૈયાએ રાઉત વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો.












Click it and Unblock the Notifications
