For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શહીદ ખેડૂતોના પરિવારને મળે 1-1 કરોડનુ વળતરઃ કૃષિ કાયદાની પાછા લેવા પર સંજય સિંહ

પીએમ મોદીના એલાન બાદ આમ આદમી પાર્ટીના નેતા અને રાજ્યસસભાના સાંસદ સંજય સિંહે ખેડૂતો માટે વળતરની માંગ કરી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે દેશના નામે પોતાના સંબોધનમાં એક મોટુ એલાન કરીને કેન્દ્ર સરકારના ત્રણે કૃષિ કાયદા પાછા લઈ લીધા. પીએમ મોદીએ કહ્યુ કે આપણે આ કાયદાને કૃષિ વિશેષજ્ઞોના મંતવ્ય પર, સંસદમાં ચર્ચા અને ઘણી ચર્ચા-વિચારણા પછી લઈને આવ્યા હતા પરંતુ દેશના ખેડૂતોને અમે પોતાની વાત સમજાવી શક્યા નહિ. પીએમ મોદીના આ એલાન બાદ આમ આદમી પાર્ટીના નેતા અને રાજ્યસસભાના સાંસદ સંજય સિંહે એ ખેડૂતો માટે વળતરની માંગ કરી છે જેની જાણ કૃષિ કાયદાના વિરોધમાં કરવામાં આવેલ આંદોલન દરમિયાન કરવામાં આવી.

Sanjay Singh

સંજય સિંહે પીએમ મોદીના એલાન બાદ ટ્વિટ કરીને કહ્યુ, 'ખેડૂત આંદોલનમાં શહીદ થયેલા ખેડૂતોના પરિવારને એક-એક કરોડ રૂપિયા વળતર, સરકારી નોકરી અને શહીદનો દરજ્જો આપવામાં આવે.' આ ઉપરાંત સંજય સિંહે કૃષિ કાયદાની વાપસી પર ઘણા ટ્વિટ કર્યા. સંજય સિંહે લખ્યુ, 'સંસદનુ ગળુ ઘોંટીને બનાવેલા કાળા કાયદાને આ રીતે જ પાછા લેવા પડે છે મોદીજી. આ ખેડૂત આંદોલનની જીત અને મોદીના અહંકારની હાર છે. આંદોલનજીવીની જીત થઈ, ચૂંટણીજીવીની હાર.'

'ચૂંટણીમાં હારના ડરથી ત્રણે કાળા કાયદા પાછા'

વધુ એક ટ્વિટ કરીને સંજય સિંહે લખ્યુ, 'આ મોદીના અન્યાય પર ખેડૂત આંદોલનની જીત, અઢળક અભિનંદન. ભારતના અન્નદાતા ખેડૂતો પર એક વર્ષ સુધી ઘોર અત્યાચાર થયો. સેંકડો ખેડૂતો શહીદ થયા. અન્નદાતાઓને આતંકવાદી કહીને અપમાનિત કરવામાં આવ્યા. આના પર મૌન કેમ રહ્યા મોદીજી? દેશ સમજી રહ્યો છે કે ચૂંટણીમાં હારના ડરથી ત્રણે કાળા કાયદા પાછા ખેંચવામાં આવ્યા.' તમને જણાવી દઈએ કે પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યુ કે નવેમ્બર મહિનાના અંતમાં શરૂ થવા જઈ રહેલ સંસદ સત્રમાં ત્રણે કૃષિ કાયદાને પાછા લેવાની બંધારણીય પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે.

English summary
Sanjay Singh demands compensation for farmers sacrifices in movement.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X