For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજસ્થાનમાં સટોડિયાઓની પહેલી પસંદ કોંગ્રેસ, જાણો એમપી-છત્તીસગઢનો ટ્રેંડ

સટ્ટા બજારના રૂઝાન રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની લડાઈના સંકેત આપી રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

ઈક્વિટી બજાર રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, તેલંગાના અને મિઝોરમમાં યોજાનાર વિધાનસભા ચૂંટણીના પરિણામોની ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યા છે. સટ્ટા બજારના રૂઝાન રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની લડાઈના સંકેત આપી રહ્યા છે. સટ્ટા બજારના રૂઝાનો મુજબ કોંગ્રેસ પાર્ટી આ ત્રણે રાજ્યોમાં એક લાંબા સમયમાં એક મજબૂત દાવેદાર બનીને ઉભરી છે. સટ્ટેબાજોની માનીએ તો રાજસ્થાનમાં ભાજપ સામે કોંગ્રેસ ભારે પડી રહી છે અને તેને લગભગ 128 સીટો મળવાની આશા છે.

આ પણ વાંચોઃ ગુરુનાનક દેવની 550મી જન્મતિથિ પર કરતારપુર કૉરિડોર ખોલશે ભારત, હવે નિર્ણય પાકિસ્તાન પરઆ પણ વાંચોઃ ગુરુનાનક દેવની 550મી જન્મતિથિ પર કરતારપુર કૉરિડોર ખોલશે ભારત, હવે નિર્ણય પાકિસ્તાન પર

છત્તીસગઢ અને મધ્ય પ્રદેશમાં બંને પક્ષોના 50:50 ચાંસ

છત્તીસગઢ અને મધ્ય પ્રદેશમાં બંને પક્ષોના 50:50 ચાંસ

હાલના વર્ષોમા કોંગ્રેસની સંભાવનાઓમાં ઉલ્લેખનીય સુધારો થયો છે. મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં સટ્ટા બજારના દાવ બતાવે છે કે ભાજપને રાજ્યમાં બહુમત મળતો નથી દેખાઈ રહ્યો. જો કે આ સટ્ટાબાજીના રૂઝાન હંમેશા જમીનની વાસ્તવિકતાઓને પ્રતિબિબિંત નથી કરતા. સટ્ટા બજારના રૂઝાનોનો ટ્રેક કરનારા ઈક્વિટી બજાર પ્રતિભાગીઓને આશા છે કે રાજસ્થાનાં ભાજપને હારનો સામનો કરવો પડી શકે છે. વળી, અન્ય બે રાજ્યો કોંગ્રેસ અને ભાજપ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે. છત્તીસગઢ અને મધ્ય પ્રદેશમાં બંને પાર્ટીઓના 50:50 ચાંસ છે. જો કે 11 ડિસેમ્બરે આવનારા પરિણામોથી જ માલુમ પડશે કે શું થવાનુ છે.

આ ચૂંટણી પરિણામોની 2019ની સામાન્ય ચૂંટણી પર અસર નહિ દેખાય

આ ચૂંટણી પરિણામોની 2019ની સામાન્ય ચૂંટણી પર અસર નહિ દેખાય

આ રાજ્યોના ચૂંટણી પરિણામોના દિવસે ઈક્વિટી માર્કેટમાં 200 પોઈન્ટનો ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે. પરંતુ બજારના નિષ્ણાતો એ માને છે કે 2019ની ચૂંટણી પર આ પરિણામોની કોઈ ખાસ અસર જોવા મળશે નહિ કારણકે મતદારો વિધાનસભા ચૂંટણી અને લોકસભાની સામાન્ય ચૂંટણી માટે અલગ અલગ માઈન્ડથી મતદાન કરે છે. રાજકીય નિષ્ણાતોનું કહેવુ છે કે ચૂંટણીના હાલના સમયમાં 2019ની સામાન્ય ચૂંટણીમા ભાજપના નેતૃત્વવાળી રાષ્ટ્રીય ડેમોક્રેટિક ફ્રંટની સીટમાં કોઈ ખાસ ફેરફાર નહિ થાય.

2019માં એનડીએને 60 સીટોનું થશે નુકશાન

2019માં એનડીએને 60 સીટોનું થશે નુકશાન

ભાજપની 2019ની ચૂંટણીમાં રાજસ્થાનમાં 10 સીટો અને ઉત્તર પ્રદેશમાં 30 સીટો ઘટવાની સંભાવના છે. કુલ મળીને જો નુકશાનની વાત કરીએ તો 2014ના મુકાબલે 2019માં ભાજપને લગભગ 60નું નુકશાન વેઠવુ પડી શકે છે. ભાજપ પોતાના આ નુકશાનની ભરપાઈ નોર્થ ઈસ્ટની 25 સીટો, ઓડિશાની 8 સીટો અને પશ્ચિમ બંગાળની 20 સીટોથી કરી શકે છે. મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં ભાજપ સામે સત્તા ચાલી રહી છે. જેના કારણે પાર્ટી પાસે સત્તામાં કમબેક કરવા માટે માત્ર 50 ટકા જ ચાંસ છે.

આ છે ત્રણે રાજ્યો માટે સટ્ટા બજારની ભવિષ્યવાણી

આ છે ત્રણે રાજ્યો માટે સટ્ટા બજારની ભવિષ્યવાણી

મધ્ય પ્રદેશન 230 સભ્યોની વિધાનસભામાં કોંગ્રેસ પર 116થી વધુ અને ભાજપ માટે 102થી વધુ સીટો માટે દાવ લગાવવામાં આવી રહ્યો છે. બંને સ્થિતિમાં દાવ લગાવનારને બમણા પૈસા મળશે. જો કે આ ટ્રેંડ આવનારા દિવસોમાં બદલાઈ પણ શકે છે કારણકે ચૂંટણી પ્રચાર ઘણો ગતિમય ચાલી રહ્યો છે. જો વાત રાજસ્થાનની કરીઓ તો ત્યાં કોંગ્રેસને 128 કે 130, ભાજપને 54-56 સીટો મળી શકે છે. વળી, છત્તીસગઢમાં ભાજપને 43-45 અને કોંગ્રેસને 38-40 સીટો મળી શકે છે.

આ પણ વાંચોઃ સીએમ ચંદ્રાબાબુથી 6 ગણો વધુ અમીર છે તેમનો 3 વર્ષનો પૌત્ર, જાણો સંપત્તિઆ પણ વાંચોઃ સીએમ ચંદ્રાબાબુથી 6 ગણો વધુ અમીર છે તેમનો 3 વર્ષનો પૌત્ર, જાણો સંપત્તિ

English summary
Satta market sees congress wins in Rajasthan, bjp struggling in MP, Chhattisgarh
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X