વીર સાવરકરના અપમાન કરવા બદલ રાહુલ ગાંધી સામે સાવરકરનો પૌત્ર કરશે ફરિયાદ
વીર સાવરકરના પૌત્ર રંજીત સાવરકર દ્વારા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સામે મુંબઇમાં ફરિયાદ દાખલ કરાવશે. તેમણે વીર સાવરકરનું અપમાન કરવા બદલ રાહુલ ગાંધી સામે શિવાજી પાર્ક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરશે.
વીર સાવરકરના પૌત્ર રંજીત સાવરકર દ્વારા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સામે મુંબઇમાં ફરિયાદ દાખલ કરાવશે. તેમણે વીર સાવરકરનું અપમાન કરવા બદલ રાહુલ ગાંધી સામે શિવાજી પાર્ક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરશે. આ પહેલા તેમણે જણાવ્યું હતું કે, આ પહેલી વાર નથી જ્યારે રાહુલ ગાંધી અને કોંગ્રેસે સાવરકરનું અપમાન કર્યું હોય. આ પહેલા પણ ઘણીવાર તેમણે વીર સાવરકરનું અપમાન કર્યું છે. જે કારણે હવે મે રાહુલ ગાંધી દ્વારા ફરિયાદ નોંધાવાનો નિર્ણય લીધો છે.

રંજીત સરવરકરે એમ પણ જણાવ્યું હતું કે, વર્ષ 2017 માં પણ રાહુલ ગાંધી સિરિયલ ક્રિમિનલ રહ્યા છે. વીર સાવરકરના અપમાનનો એજન્ડા ચલાવે છે. ભારત જોડો યાત્રા દરમિયાન આદિવાસી સંમેલનમાં રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, સાવરકર અંગ્રેજો પાસેથી પેન્શન લેશે અને કોંગ્રેસ વિરુદ્ધ કામ કરશે, તેવો પત્ર આંદામાન જેલમાં સાવરકરે અંગ્રેજોને લખીને માફી માંગી હતી. જે બાદ સાવરકરને જેલમાંથી મુક્ત કર્યા હતા. તેમણે અંગ્રેજો પાસેથી પેન્શન લીધું અને કોંગ્રેસ વિરુદ્ધ કામ કર્યું હતું.
જેલમાંથી બહાર આવ્યા બાદ, તેમણે અંગ્રેજોની ઓફર સ્વીકારી અને તેમની સેનામાં જોડાયા હતા. રાહુલ ગાંધીએ એમ પણ જણાવ્યું હતું કે, આદિવાસી નેતા બિરસા મુંડા અંગ્રેજો સામે લડ્યા અને આજે આરએસએસ અને ભાજપ તેમની વિચારધારા પર પ્રહારો કરી રહ્યા છે. બિરસા મુંડા 24 વર્ષની વયે અંગ્રેજો સામે લડ્યા હતા. અંગ્રેજોએ તેમને મારી નાખ્યા, પરંતુ આજે તેમની વિચારધારા પર RSS અને BJP દ્વારા પ્રહારો થઈ રહ્યા છે.
-
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા






Click it and Unblock the Notifications
