For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હી પહોંચ્યું યમુના બચાઓ આંદોલન, પોલીસે રોક્યો મોર્ચો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 10 માર્ચ: યમુના બચાવવા માટે શરૂ થયેલું આંદોલન આ જે દિલ્હી આવ્યું પહોંચ્યું હતું. એક માર્ચના રોજ વૃંદાવનથી નીકળેલી આ પદયાત્રા આજે દિલ્હી આવી પહોંચી હતી. હજારોની સંખ્યામાં પદયાત્રીઓ દિલ્હીની નજીક ફરીદાબાદ આવી ગયા છે. પરંતુ અહી દિલ્હીની હદમાં પોલીસે પ્રદર્શનકારીઓને રોકી લીધા છે.

હરિયાણા પોલીસના જણાવ્યા અનુસાર પ્રદર્શનકારીઓ માત્ર આજે જ ફરીદાબાદમાં રોકાઇ શકશે. બીજી બાજુ દિલ્હી પોલીસે પ્રદર્શનકારીઓ પાસે આગલા પડાવની જાણકારી માગી છે. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર પ્રદર્શનકારીઓએ દિલ્હીમાં પ્રદર્શન કરવા માટે લેખિતમાં પરવાનગી ન્હોતી માંગી. હાલમાં આ પદયાત્રા દિલ્હી-હરિયાણા સરહદ પર આવેલ ખ્વાજા પર રોકાયેલી છે.

yamuna march
જોકે આ પદયાત્રામાં સામેલ લોકોની સંખ્યા એટલી બધી છે કે તેમના કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. સોમવારે આ લોકો દિલ્હીમાં પ્રવેશ કરીને જંતર-મંતરના સ્થાને રામલીલા મેદાન તરફ માર્ચ કરશે. યમુના બચાવકર્તાઓ આ વખતે કેન્દ્ર સરકાર સાથે આરપારની લડાઇ લડી લેવા માટે તૈયાર છે, બીજેપીએ પણ તેમના આ આંદોલનમાં સાથ આપ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે બીજેપીએ પણ પ્રધાનમંત્રી નિવાસસ્થાન સામે આ અંગે પ્રદર્શન કર્યુ હતું. દિલ્હીમાં એનડીએમસીની ઇમારતથી પ્રધાનમંત્રી નિવાસસ્થાન સુધી જઇ રહેલા બીજેપીના 16 વિધાયકોને સંસદ માર્ગ પોલીસ સ્ટેશનની પોલીસે હિરાસતમાં લઇ લીધા. કહેવાય છે કે બીજેપી આ મુદ્દે સંસદમાં કેન્દ્ર સરકારને ઘેરવાનો પ્રયાસ કરશે.

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X