SCએ કેન્દ્ર પાસે સંમતિથી સેક્સ માટેની ઉંમર અંગે જવાબ માંગ્યો

ન્યાયમૂર્તિ એસ રાધાકૃષ્ણનની અધ્યક્ષતાવાળીખંડપીઠે બિનસરકારી સંગઠન આઇ થોટની જાહેર હિતની અરજી પર કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી હતી. આ અરજીમાં ભારતીય દંજ સંહિતાની કલમ 375 (શારીરિક હિંસા)માં સુધારો કરવાના નિર્દેશ આપવાનો અનુરોધ કરવામાં આવ્યો છે. જેમાં પતિ સાથે શારીરિક સંબંધ માટે પત્નીની સહમતિ આપવાની ઉંમર અંગે અપવાદની જોગવાઇ રાખવામાં આવી છે.
કલમ 375ના આ અપવાદમાં તાજેતરમાં અપરાધ વિધિ સંશોધન આદેશ 2013 અંતર્ગત સુધારો કરવામાં આવ્યો છે. આ સુધારા અનુસાર વ્યક્તિ દ્વારા પોતાની પત્ની સાથેનો શારીરિક સંબંધ બળાત્કાળ નહીં કહેવાય, જો પત્નીની ઉંમર 15 વર્ષથી ઓછી ના હોય તો.
આ અરજીમાં સુધારાને પડકારતા બિન સરકારી સંગઠનના વકીલ વિક્રમ શ્રીવાસ્તવે દલીલ કરી છે કે જો વયસ્ક હોવાની ઊંમર 18 વર્ષ નક્કી કરવામાં આવી છે તો આ જ વય મહિલા માટે સહમતિથી શારીરિક સંબંધ સ્થાપવા માટે પણ હોવી જોઇએ.












Click it and Unblock the Notifications
