For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહોરમના તાજિયાની મંજૂરી માટે સુપ્રીમ કોર્ટે કર્યો ઈનકાર

દેશભરમાં મહોરમના તાજિયા કાઢવાની મંજૂરી માંગતી અરજી પર સુનાવણીનો સુપ્રીમ કોર્ટે ઈનકાર કરી દીધો છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ દેશભરમાં મહોરમના તાજિયા કાઢવાની મંજૂરી માંગતી અરજી પર સુનાવણીનો સુપ્રીમ કોર્ટે ઈનકાર કરી દીધો છે. કોર્ટે કહ્યુ કે દરેજ જગ્યાએ સ્થાનિક પ્રશાસન સ્થિતિના હિસાબે નિર્ણય લે છે. કોરોનાના વધતા પ્રકોપને જોતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. આખા દેશ પર લાગુ થનાર કોઈ આદેશ ન આપી શકાય. તમને જણાવી દઈએ કે શિયા ધર્મ ગુરુ કલ્બા જવ્વાદે આ કેસમાં અરજી દાખલ કરી હતી. કેસ સુનાવણી માટે ચીફ જસ્ટીસ એસ એ બોબડેને અધ્યક્ષતાવાળી બેંચમાં હતો.

SC

ધર્મગુરુ તરફથી હાજર થયેલા વકીલે કહ્યુ કે પૂરી સાવચેતી સાથે તાજિયા કાઢવાની મંજૂરી આપવી જોઈએ. જે રીતે પૂરીમાં રથયાત્રાની મંજૂરી આપવામાં આવી. પર્યુષણ પર્વ દરમિયાન જૈન સમાજને મંદિરમાં જવાની મંજૂરી આપવામાં આવી તેવી જ રીતે આ કેસમાં પણ કરવુ જોઈએ. સુપ્રીમ કોર્ટની બેંચે કહ્યુ કે 'સામાન્ય આદેશ'ની અનુમતિ 'અરાજકતા પેદા કરી શકે છે.'

સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યુ કે એક ખાસ સમાજને કોવિડ ફેલાવવા માટે લક્ષિત કરવામાં આવશે. અમે એ આદેશો પાસ નહિ કરીએ જે આટલા લોકોના આરોગ્યને જોખમમાં મૂકી શકે છે. ચીફ જસ્ટીસ ઑફ ઈન્ડિયા (સીજેઆઈ) એસએ બોબડેની અધ્યક્ષતાવાળી પીઠે કહ્યુ કે મહોરમના તાજિયા માટે કોઈ ચિન્હિત સ્થાન નથી હોતુ જ્યાં પ્રતિબંધ અને સાવચેતી વર્તી શકાય. બેંચે કહ્યુ કે તમે આ સમાજના લીધે આખા દેશ માટે અસ્પષ્ટ નિર્દેશ માંગી રહ્યા છો.

અસ્થાયી સમાધાન હતુ લોન મોરેટોરિયમ, કોરોના સામે જંગમાં સંશાધનોની કમી નથીઃ RBIઅસ્થાયી સમાધાન હતુ લોન મોરેટોરિયમ, કોરોના સામે જંગમાં સંશાધનોની કમી નથીઃ RBI

English summary
SC dismisses PIL seeking permission for holding Muharram processions
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X