For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

SCએ ફગાવી અરજી, નક્કી સમય પર જ થશે NEET-JEEની પરીક્ષા

સુપ્રીમ કોર્ટે JEE Main 2020 અને NEET 2020 પરીક્ષાઓ પર પોતાનો ચુકાદો સંભળાવ્યો છે.

|
Google Oneindia Gujarati News

સુપ્રીમ કોર્ટે JEE Main 2020 અને NEET 2020 પરીક્ષાઓ પર પોતાનો ચુકાદો સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે 11 છાત્રોની કોવિડ-19 સ્થિતિને જોતા જેઈઈ મેઈન અને નીટ પરીક્ષા સ્થગિત કરતી અરજીને ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે કહ્યુ છે કે પરીક્ષાઓ નક્કી સમય પર આયોજિત કરવામાં આવશે. સુનાવણી દરમિયાન જસ્ટીસ અરુણ મિશ્રાએ કહ્યુ કે શિક્ષણ સાથે જોડાયેલી વસ્તુઓને હવે ખોલી દેવી જોઈએ કારણકે કોવિડ-19 વધુ એક વર્ષ રહી શકે છે.

શિડ્યુલ મુજબ જ લેવાશે NEET અને JEE મેઈન્સ પરીક્ષાઓ

શિડ્યુલ મુજબ જ લેવાશે NEET અને JEE મેઈન્સ પરીક્ષાઓ

ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે મેડિકલ પ્રવેશ પરીક્ષા NEET અને એન્જિનિયરીંગ પ્રવેશ પરીક્ષા JEE મેઈનને સ્થગિત કરવાની માંગ કરતી અરજી કરવામાં આવી હતી. અરજીમાં કોવિડ-19 સંક્રમણના વધતા કેસોના કારણે નીટ અને જેઈઈ પરીક્ષાઓ ટાળવાની માંગ કરવામાં આવી હતી પરંતુ સુપ્રીમ કોર્ટે આ અરજી ફગાવી દેતા હવે તે પોતાના નક્કી સમય મુજબ જ લેવામાં આવશે. જે મુજબ જેઈઈ મેઈન્સ 1 સપ્ટેમ્બરથી 6 સપ્ટેમ્બર સુધી તેમજ નીટ પરીક્ષા 13 સપ્ટેમ્બરે યોજવામાં આવશે.

સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી પરીક્ષા ન લેવાની માંગ

સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી પરીક્ષા ન લેવાની માંગ

દેશમાં ઝડપથી વધી રહેલા કોવિડ-19ના કેસોની સંખ્યાના કારણે દેશના 11 રાજ્યોના છાત્રોએ જેઈઈ મેઈન્સ અને નીટની પરીક્ષાઓ સ્થગિત કરવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. અરજીમાં કોરોનાનો ઉલ્લેખ કરીને નેશનલ ટેસ્ટીંગ એજન્સીના ત્રણ જુલાઈની નોટિસને રદ કરવાનો અનુરોધ પણ કરવામાં આવ્યો હતો અને માંગ કરવામાં આવી હતી કે જ્યાં સુધી સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી પરીક્ષા લેવામાં ન આવે.

સુપ્રીમ કોર્ટઃ શું દેશમાં બધુ રોકી દેવામાં આવે?

સુપ્રીમ કોર્ટઃ શું દેશમાં બધુ રોકી દેવામાં આવે?

સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં જણાવ્યુ કે શું દેશમાં બધુ રોકી દેવામાં આવે? શું આ કિંમતી વર્ષને આમ જ બરબાદ કરી દેવામાં આવે? કોર્ટે આગળ કહ્યુ કે અત્યારે સુરક્ષા ઉપાયો સાથે આગળ વધવાનો સમય છે. વળી, NTA તરફથી હાજર તુષાર મહેતાએ પણ કોર્ટમાં કહ્યુ કે સુરક્ષા ઉપાયો સાથે પરીક્ષા યોજવાની અનુમતિ આપવી જોઈએ.

સુશાંત સિંહને આધ્યાત્મિક ગુરુ પાસે લઈ ગઈ હતી રિયા, સામે આવી વઘુ એક ચોંકાવનારી કહાનીસુશાંત સિંહને આધ્યાત્મિક ગુરુ પાસે લઈ ગઈ હતી રિયા, સામે આવી વઘુ એક ચોંકાવનારી કહાની

English summary
SC Dismisses Plea Seeking Postponement of NEET and JEE 2020 exams
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X