For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કટોકટીના સમયે સુપ્રિમ કોર્ટે બધાને નિરાશ કર્યા હતા: અડવાણી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

lk-advani
નવી દિલ્હી, 27 જૂન: ભાજપાના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ કહ્યું હતું કે કટોકટી વખતે સરકાર વિરૂદ્ધ ઉભા રહેવામાં નિષ્ફળ રહીને સુપ્રિમ કોર્ટે દરેકને નિરાશ કર્યા હતા. લાલકૃષ્ણ અડવાણીએ વરિષ્ઠ પત્રકાર કુલદિપ નૈયરના પુસ્તક ' ઇમરજન્સી રિટોલ્ડ'ના વિમોચનના અવસરે કહ્યું હતું કે આ કહેવું અયોગ્ય હશે કે સંપૂર્ણ ન્યાયપાલિકા કટોકટી વખતે નિષ્ફળ રહી હતી, પરંતુ આ સુપ્રિમ કોર્ટ હતી જેને બધાને નિરાશ કર્યા હતા.

તેમને કહ્યું હતું કે સુપ્રિમ કોર્ટ તે સમયના વડાપ્રધાન સમક્ષ ઝુકી ગયા હતા કારણ કે ન્યાયધીશોને સસ્પેંડ કરી દિધા હતા. લાલકૃષ્ણ અડવાણી તે નેતાઓમાંના એક છે જેમને કટોકટી દરમિયાન ધરપકડ કરી જેલમાં નાખી દેવામાં આવ્યાં હતા.

તેમને કહ્યું હતું કે કટોકટી હટાવ્યા બાદની ચુંટણીમાં ઇન્દિરા ગાંધીની હાર એ વાતની સૌથી મોટી ગેરેન્ટી છે કે દેશમાં લોકતંત્ર જીવીત રહેશે. તેમને કહ્યું હતું કે આનાથી પણ મોટી એ વાત છે કે સરકાર ફરીથી કટોકટી લાગૂ કરવાનું સાહસ કરશે નહી.

English summary
Senior BJP leader L K Advani on Thursday said the Supreme Court "had really let down everybody by failing to stand up" against the government during Emergency.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X