કોલસા કૌભાંડઃ કેન્દ્ર અને સીબીઆઇને સુપ્રીમની નોટીસ

supreme court
નવીદિલ્હી, 19 નવેમ્બરઃ કોલસા બ્લોક ફાળવણી કૌભાંડમાં સિટ તપાસની માંગ કરતી પીઆઇએલ પર સુપ્રીમ કોર્ટે મંગળવારે કેન્દ્ર અને સીબીઆઇને એક નોટીસ પાઠવી છે. કંપનીઓને ફાળવવામાં આવેલા કોલ બ્લોક અંગેને સરકારના નિર્ણય સાથે ઉભા રહેવા અંગે સુપ્રીમ કોર્ટે અસંમતિ દર્શાવી છે.

નોંધનીય છે કે, કેગના અહેવાલમાં કોલસા બ્લોક ફાળવણી અને ગેરરીતિના આરોપો પર સુપ્રીમ કોર્ટે અગાઉ છ પ્રશ્નો ખડા કર્યા હતા.

હાલની પીઆઇએલમાં કોર્ટને રજૂઆત કરવામાં આવી છે કે આરોપોની તપાસ કરવા માટે ખાસ તપાસ ટીમની રચના કરવામાં આવે, કારણ કે સીબીઆઇ કેન્દ્રીય મંત્રીઓ અને તેમના નજીકના કે જેમને કોલસા કૌભાંડમાં લાભ થયો છે, તેમના વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરી રહી નથી.

અરજદારનો આરોપ છે કે, રિલાયન્સનો અલ્ટ્રા મેગા પાવર પ્રોજેક્ટ કોલસાનો ઉપયોગ ગેરકાયદે રીતે અન્ય યોજનામાં કરી રહ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X