પુખ્તતાની વય 18 વર્ષ જ રહેશે, ફેરફારની અરજી રદ્દ

અત્રે ઉલ્લેખનીય છે કે અરજીમાં પુખ્ત ગણાવવાની ઉંમર 18થી ઘટાડીને 16 વર્ષની કરી દેવાની માંગ કરવામાં આવી હતી. આ અરજી દિલ્હી ગેંગરેપમાં સામેલ સગીરને ધ્યાનમાં રાખીને દાખલ કરવામાં આવી હતી. જોકે દિલ્હી ગેંગરેપમાં સામેલ સગીર આરોપીની સામે બાળ ન્યાય અધિકારમાં કેસ ચાલી રહ્યો છે. જે અંતર્ગત તેને વધુમાં વધું ત્રણ વર્ષની જ સજા થઇ શકે છે.
જ્યારે જાણકારોનું કહેવું છે કે જે સમયે કોઇ ક્રાઇમ કરે છે, એ વખતની તેની ઉંમર અને માનસિકતાને ધ્યાનમાં રાખતા નિર્ણય લેવામાં આવે છે. જ્યારે અરજીકર્તા આમોદ કંઠના જણાવ્યા અનુસાર ભારતમાં 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો ગૂનો ઓછો કરે છે. બાલિશતામાં બાળક કોઇ ખોટું કામ કરે છે તો પરિવાર તેને બાળક જ ગણે છે.












Click it and Unblock the Notifications
