ચારા કૌભાંડઃ લાલુ યાદવ માટે હાલ પુરતી રાહત

ન્યાયધીશોએ કહ્યું કે, યાચિકામાં ઉઠાવવામાં આવેલા આ પ્રસ્નો પર વિચારની આવશ્યક્યતા છે કે, આ આરોપો સાચા છે કે નહીં. ન્યાયાલયએ તેની સાથે જ સીબીઆઇને નોટીસ જારી કરી છે. ન્યાયાધીશોએ આ મામલે કહ્યું કે, જો તપાસ એજન્સી કહે છે કે તેમાં કોઇ પક્ષપાત નથી તો, યાચિકા ખારીજ કરી દેવામાં આવશે. ન્યાયાલયે તપાસ એજન્સી અને ઝારખંડ સરકારને બે સપ્તાહની અંદર જવાબ દાખલ કરવાનો નિર્દેશ આપતા લાલુ પ્રસાદ યાદવની યાચિકા 23 જુલાઇએ સુચીબદ્ધ કરવા આદેશ આપ્યા.
લાલુ પ્રસાદ તરફથી વરિષ્ઠ અધિવક્તા રામ જેઠમલાનીએ કહ્યું કે, ન્યાયાધીશ, નીતિશ કુમાર સરકારના મંત્રીના સંબંધી હોવાના કારણે તેઓ પક્ષપાત કરી શકે તેવી આશંકા છે. તેમનું કહેવું હતું કે નીતિશ કુમાર એ લાલુ પ્રદાસ યાદવના સૌથી મોટા રાજકીય શત્રુ છે. નોંધનીય છેકે આ મામલો 1990 દરમિયાન ચાયબાસા રાજકોષથી કથિત રીતે ગોટાળો કરીને 37.7 કરોડ રૂપિયા કાઢવામાં આવ્યા હોવા સાથે સંબંધિત છે.












Click it and Unblock the Notifications
