For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જલંધર ખાતે સ્કૂલ-બસ ટ્રક વચ્ચે ટક્કર, 11 વિદ્યાર્થીઓના મોત

|
Google Oneindia Gujarati News

Accident
જલંધર, 4 માર્ચ : પંજાબના જલંધર જિલ્લાના નકોદર વિસ્તારમાં આજે સવારે એક ગોઝારો અકસ્માત થયો. સ્કૂલ બસ અને પુરઝડપે આવતી ટ્રક વચ્ચે જોરદાર અથડામણ થતાં થયેલ અકસ્માતમાં 11 બાળકો સહિત 12 વ્યક્તિઓના મોત થઈ ગયાં.

આ અકસ્માત બાદ સમગ્ર જલંધર જિલ્લામાં શોક વ્યાપી ગયો. માહિતી મળતાં જ સ્થાનિક પોલીસ સહિત ઉચ્ચાઅધિકારીઓ ઘટનાસ્થલો દોડી ગયાં અને ઈજાગ્રસ્ત બાળકોને તાત્કાલિક હૉસ્પિટલમાં દાખલ કરાયાં.

સૂત્રોના જણાવ્યા મુજબ ઈજાગ્રસ્ત બાળકોની સંખ્યા અડધો ડઝન કરતાં વધુ છે કે જેમાં 2ની હાલત ખૂબ જ ગંભીર જણાવાઈ રહી છે. પ્રાપ્ત માહિતી મુજબ અકસ્માત આજે સવારે લગભગ 8 વાગ્યે નકોદર વિસ્તારમાં લાંબડા નજીક થયો. પોલીસના જણાવ્યા મુજબઘ લગભગ 19 બાળકોને લઈ જઈ રહેલી સ્કૂલ બસ પુરઝડપે આવતી ટ્રક સાથે ટકરાઈ ગઈ.

સ્કૂલ બસ અને ટ્રક વચ્ચે ટક્કર એટલી જોરદાર હતી કે બસના ખુરચે-ખુરચા ઉડી ગયાં. પોલીસે જણાવ્યું કે સ્કૂલ બસમાં મુસાફરી કરતાં 7 વિદ્યાર્થીઓના ઘટનાસ્થળો જ મોત નિપજ્યા હતાં, જ્યારે 4 બાળકોએ હૉસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધાં. સ્કૂલ બસના ડ્રાઇવરનું પણ અકસ્માતમાં મૃત્યુ થઈ ગયું.

ટ્રક ડ્રાઇવર ટ્રક છોડી ફરાર થઈ ગયો. પોલીસે શબોને પોસ્ટમાર્ટમ માટે હૉસ્પિટલે મોકલી આપ્યાં છે. પોલીસનું કહેવું છે કે ઈજાગ્રસ્ત બાળકોને સારવાર ઉપલબ્ધ કરાવવી તેમની પ્રાથમિકતા છે. બીજી બાજુ અકસ્માત બાદ સમગ્ર વિસ્તારમાં શોક વ્યાપી ગયો છે. ઉચ્ચાધિકારીઓએ અકસ્માત અંગે તપાસના આદેશ આપી દીધાં છે. દરમિયાન એમ પણ સમાચાર મળે છે કે આ અકસ્માત બાદ ગ્રામ્યજનો ધરણાં ઉપર બેસી ગયાં છે.

English summary
11 children have died after the school bus they were travelling in collided with a truck in village Gahir in Punjab's Jalandhar district this morning.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X