For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બેંગ્લોર હિંસામાં SDPI નેતા મુજમ્મિલ પાશાની ધરપકડ, અત્યાર સુધી 3 લોકોના મોત

બેંગ્લોર હિંસામાં SDPI નેતા મુજમ્મિલ પાશાની ધરપકડ, અત્યાર સુધી 3 લોકોના મોત

|
Google Oneindia Gujarati News

બેંગ્લોરઃ બેંગ્લોરમાં સોશિયલ મીડિયા પોસ્ટને લઈ હિંસા ભડકી ઉઠી હતી. આ દરમિયાન હાલાત કાબૂ કરવા માટે પોલીસે ફાયરિંગ પણ કરવું પડ્યું હતું, જેમાં બે લોકોના મોત થયાં છે જ્યારે એક વ્યક્તિ ઘાયલ થયો છે. ઘાયલ થયેલા શખ્સને હોસ્પિટલે દાખલ કરવામાં આવ્યો છે. અચાનક ભડકેલી હિંસામાં 60 પોલીસકર્મી પણ ઘાયલ થયા છે. જ્યારે આ મામલે પોલીસે અત્યાર સુધી 110 લોકોની ધરપકડ કરી છે. હાલાતને જોતા સમગ્ર વિસ્તારમાં CRPF અને CISFની કેટલીક કંપનીઓને પણ તહેનાત કરવામાં આવી છે. પોલીસે હવે મામલાની ગંભીરતાને ધ્યાને લેતા એક્શન લેવી શરૂ કરી દીધી છે.

bangalore news

આ મામલે પોલીસે સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઑફ ઈન્ડિયાના એક નેતાની ધરપકડ કરી લીધી છે. પોલીસ દ્વારા પકડાયેલ નેતાનું નામ મુજમ્મિલપાશા જણાવવામાં આવી રહ્યું છે. હિંસા ભડકાવવામાં આ સંગઠનનું નામ પહેલા સામે આવ્યું હતું. ન્યૂજ એજન્સી એએનઆઈએ જણાવ્યું કે મુજમ્મિલ પાશાની ધરપકડની પુષ્ટિ ખુદ SDPIએ કરી છે. સોશિયલ નેટવર્કિંગ સાઈટ ફેસબુક પર કરાયેલ એક પોસ્ટને લઈને મંગળવારની રાતે બબાલ મચ્યો હતો. આ હિંસક ઘટનામાં ત્રણ લોકોના મોત થયા હતા. સાથે જ 60 પોલીસકર્મી ઘાયલ થયા હતા.

બેંગ્લોરના પોલીસ કમિશ્નર કમલ પંતે જણાવ્યું કે ડીજે હલ્લી અને કેજી હલ્લી વિસ્તારમાં કથિત ફેસબુક પોસ્ટને લઈ હિંસક અથડામણ થઈ. આ દરમિયાન એક એડિશનલ પોલીસ કમિશનર સહિત લગભગ 60 પોલીસકર્મી ઘાયલ થયા છે. આ દરમિયાન ત્રણ લોકો મૃત્યુ પામ્યા છે. કમલ પંતે જણાવ્યું કે હજારો લોકોએ પોલીસ સ્ટેશનને ઘેરી લીધું અને પથ્થરમારો કર્યો હતો, જેમાં પોલીસકર્મી ઘાયલ થયા. આ દરમિયાન ભીડે 200-250 ગાડીઓને આગને હવાલે કરી દીધી હતી.

1947 બાદ સૌથી ઓછા જીડીપી ગ્રોથની આશંકા પર બોલ્યા રાહુલ ગાંધી- મોદી હૈ તો મુમકિન હૈ1947 બાદ સૌથી ઓછા જીડીપી ગ્રોથની આશંકા પર બોલ્યા રાહુલ ગાંધી- મોદી હૈ તો મુમકિન હૈ

English summary
SDPI leader Mujammil Pasha arrested in Bangalore violence, latest news in gujarati
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X