લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસના ઉમેદવારોની બીજી યાદી જાહેર, જાણો ગુજરાતમાં કોને ક્યાંથી ટિકીટ મળી?
કોગ્રેસે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી દીધી છે. કોંગ્રેસની આ બીજી યાદીમાં 43 નામ સામેલ છે
કોંગ્રેસ મહાસચિવ કેસી વેણુગોપાલે આ વાતની પુષ્ટિ કરી. તેમણે કહ્યું કે, અમે લોકસભા ચૂંટણી માટે અમારા ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. આજે અમે બીજી યાદી જાહેર કરવા જઈ રહ્યા છીએ.

આ પહેલા પાર્ટી દ્વારા 39 ઉમેદવારોની પ્રથમ યાદી બહાર પાડવામાં આવી હતી. કોંગ્રેસે અત્યાર સુધીમાં કુલ 82 નામોની જાહેરાત કરી છે.
કોંગ્રેસે તેની બીજી યાદીમાં આસામ, ગુજરાત, રાજસ્થાન, ઉત્તરાખંડ, દમણ અને દીવ અને મધ્યપ્રદેશની બેઠકો પર પોતાના ઉમેદવારોની જાહેરાત કરી છે.
કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે જણાવ્યું કે, બીજી યાદીમાં 43 ઉમેદવારોમાંથી 10 જનરલ કેટેગરીના, 13 ઓબીસી, 10 એસસી, 9 એસટી અને 1 મુસ્લિમ ઉમેદવાર છે.
પૂર્વ સીએમ કમલનાથના પુત્ર નકુલ નાથને મધ્યપ્રદેશની છિંદવાડા સીટથી ટિકિટ આપવામાં આવી છે. આસામના જોરહાજથી ગૌરવ ગોગોઈને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. પૂર્વ સીએમ અશોક ગેહલોતના પુત્ર વૈભવ ગેહલોતને રાજસ્થાનના જાલોરથી ટિકિટ આપવામાં આવી છે. આ સિવાય ભાજપ અને કોંગ્રેસમાં જોડાયેલા રાહુલ કાસવાનને ચુરુ લોકસભા બેઠક પરથી ટિકિટ મળી છે.
કોંગ્રેસ પાર્ટીએ રાજસ્થાનની 25માંથી 10 લોકસભા સીટો માટે ઉમેદવારો જાહેર કર્યા છે. 8 માર્ચે કોંગ્રેસે તેની પ્રથમ યાદી બહાર પાડી હતી. જેમાં રાહુલ ગાંધી, શશિ થરૂર સહિત 39 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી હતી.
ગુજરાતની વાત કરીએ તો આ લિસ્ટમાં કોંગ્રેસે ગુજરાતના 7 ઉમેદવારની યાદી જાહેર કરી છે. આ લિસ્ટમાં બનાસકાંઠાથી ગેનીબેન ઠાકોર, પોરબંદરથી લલિત વસોયા, બારડોલીથી સિદ્ધાર્થ ચૌધરી, વલસાડથી અનંત પટેલ, અમદાવાદ પૂર્વથી રોહન ગુપ્તા, અમદાવાદ પશ્વિમથી ભરત મકવાણા અને કચ્છથી નિતેષ લાલનને ટિકિટ અપાઈ છે.
કોંગ્રેસે કચ્છ, અમદાવાદ વેસ્ટ અને બારડોલીમાં એવા ચહેરાને મેદાને ઉતાર્યા છે, જેણે સૌને ચોંકાવી દીધા છે. કચ્છ બેઠક પરથી નિતેષ લાલનને ટિકિટ મળી છે. નિતેષ લાલન પૂર્વ કચ્છ યુવા કોંગ્રેસના પ્રમુખ છે અને યુવા ચહેરો છે.
कांग्रेस अध्यक्ष श्री @kharge की अध्यक्षता में आयोजित CEC की बैठक में लोकसभा चुनाव, 2024 के लिए 43 लोकसभा सीटों पर कांग्रेस उम्मीदवारों की दूसरी लिस्ट जारी की गई। pic.twitter.com/kgWoEkzKt6
— Congress (@INCIndia) March 12, 2024
અમદાવાદ વેસ્ટથી ભરત મકવાણાને ટિકીટ અપાઈ છે. તેમના પિતા યોગેન્દ્ર મકવાણા રાજીવ ગાંધીની સરકારમાં મંત્રી હતા. તેમનાં માતા શાંતાબેન મકવાણા ત્રણ વાર ધારાસભ્ય રહી ચૂક્યાં છે.
બારડોલીના ઉમેદવાર સિદ્ધાર્થ ચૌધરી કોંગ્રેસી બેકગ્રાઉન્ડ ધરાવે છે. તેઓ પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ સાંસદ અમરસિંહ ચૌધરીના પુત્ર છે. તાપી જિલ્લા પંચાયતના કારોબારી સભ્ય અને સુમુલ ડેરીના ડિરેક્ટર પણ છે.












Click it and Unblock the Notifications
