For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગરીબોના બેંક અકાઉન્ટમાં રહસ્યમય રીતે આવી રહ્યા છે રૂપિયા

ગરીબોના બેંક અકાઉન્ટમાં રહસ્યમય રીતે આવી રહ્યા છે રૂપિયા

|
Google Oneindia Gujarati News

જો તમારા બેંક અકાઉન્ટમાં અચાનક જ રૂપિયા આવવા લાગે તો તમે કેવા ખુશ થશો? નિશ્ચિત રૂપે તમારી ખુશીનો કોઈ પાર નહિં રહે. આવું જ કંઈક પશ્ચિમ બંગાળના પૂર્વ વર્ધમાન જિલ્લામાં થઈ રહ્યું છે જ્યાં 150થી વધુ લોકોના બેંક અકાઉન્ટમાં 2 હજારથી 24 હજાર રૂપિયા સુધીની રકમ જમા થઈ ગઈ છે. જેનાથી એક તરફ ગ્રાહકોમાં ખુશી છે તો બીજી બાજુ બેંક મેનેજમેન્ટનો પરસેવો છૂટી ગયો છે કે રહસ્યમય રીતે આ રૂપિયા ક્યાંથી આવી રહ્યા છે.

દોઢસોથી વધુના ખાતામાં પૈસા જમા થયા

દોઢસોથી વધુના ખાતામાં પૈસા જમા થયા

પશ્ચિમ બંગાળના પૂર્વ વર્ધમાન જિલ્લા સ્થિત કટવા આનુમંડળમાં લગભગ દોઢસોથી વધુ ગરીબ લોકોના બેંક અકાઉન્ટમાં આવું જોવા મળ્યું છે. એક પછી એક આ વિસ્તારના દોઢસોથી વધુ બેંક ગ્રાહકોના ખાતામાં 2 હજારથી 24 હજાર સુધીની રકમ જમા થઈ ગઈ છે.

કોણ જમા કરાવી રહ્યું છે પૈસા?

કોણ જમા કરાવી રહ્યું છે પૈસા?

હજુ સુધી એ વાતનો ખુલાસો નથી થયો કે આ પૈસા કેમ અને કયા ખાતામાં જમા થઈ રહ્યા છે. ગત 2 દિવસમાં બેંક ખાતામાં પૈસાની આવકના અહેવાલ આગની જેમ ફેલાઈ રહ્યા છે. ત્યારે કટવા બેંક શાખાની આજુબાજુમાં રહેતા લોકો પાસબુક લઈને બેંક શાખા પહોંચી ગયા છે. એટલું જ નહિ, પોતાના ખાતામાં જમા થયેલ રકમ કાઢવા માટે પણ લોકોએ બેંકમાં લાઈન લગાવી છે.

તપાસ થઈ રહી છે

તપાસ થઈ રહી છે

કટવા અનુમંડલના એક વરિષ્ઠ અધિકારી સૌમેન પાલે કહ્યું કે તેમને પણ આ મામલે જાણકારી મળી છે. જ્યાં સુધી સમગ્ર મામલાની તપાસ નથી થઈ જતી ત્યાં સુધી આ મામલામાં કંઈ કહેવું શક્ય નથી. જ્યારે સ્થાનિક ધારાસભ્ય શાહનવાઝ હુસૈને કહ્યું કે પૈસા કોઈ સ્કિમ અંતર્ગત આવી રહ્યા છે કે પછી અન્ય કોઈ વાત છે તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. સાથે જ તેમણે કહ્યું કે મોદી સરકારે 15 લાખ રૂપિયા બેંકમાં જમા કરાવવાની વાત કહી હતી. હવે બની શકે છે કે ચૂંટણી આવવાની છે તેવામાં બેંકમાં ગુપ્ત રીતે પૈસા મોકલવામાં આવી રહ્યા હોય.

ઈન્દ્રા નૂઈ બનશે વર્લ્ડ બેન્કની નવી પ્રેસિડેન્ટ, ટ્રમ્પની દીકરીએ કરી નામની ભલામણ ઈન્દ્રા નૂઈ બનશે વર્લ્ડ બેન્કની નવી પ્રેસિડેન્ટ, ટ્રમ્પની દીકરીએ કરી નામની ભલામણ

English summary
secretly money is being deposited in bank accounts
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X