કલમ 377: સમલૈંગિકતા પર અત્યાર સુધી શું શું થયુ? જુઓ આખી TimeLine
સમલૈંગિકતાને ગુનો ગણતી આઈપીસીની કલમ 377 ની બંધારણીય માન્યતા પર સુપ્રિમ કોર્ટ આજે પોતાનો ચૂકાદો સંભળવશે. આવો જાણીએ આ કેસમાં અત્યાર સુધીમાં શું થયુ છે....
સમલૈંગિકતાને ગુનો ગણતી આઈપીસીની કલમ 377 ની બંધારણીય માન્યતા પર સુપ્રિમ કોર્ટ આજે પોતાનો ચૂકાદો સંભળવશે. સુપ્રિમ કોર્ટમા કલમ 377 ની બંધારણીય માન્યતાને પડકારવામાં આવી છે. ચીફ જસ્ટીસ દીપક મિશ્રાના નેતૃત્વમાં પાંચ જજોની બંધારણીય બેંચ આ મામલે સુનાવણી કરી રહી છે. સુપ્રિમ કોર્ટમાં આ કેસની સુનાવણી પૂરી થઈ ચૂકી છે અને 17 જુલાઈએ સુપ્રિમ કોર્ટે આના પર પોતાનો ચૂકાદો સુરક્ષિત રાખ્યો હતો. આ કેસની સુનાવણી કરતી બેંચમા ચીફ જસ્ટીસ દીપક મિશ્રા, જસ્ટીસ આરએફ નરિમન, જસ્ટીસ એએમ ખાનવિલકર, જસ્ટીસ ડી વાય ચંદ્રચૂડ અને જસ્ટીસ ઈન્દુ મલ્હોત્રા શામેલ છે. આવો જાણીએ આ કેસમાં અત્યાર સુધીમાં શું થયુ છે....

2001 માં નાઝ ફાઉન્ડેશને દિલ્હી હાઈકોર્ટમાં દાખલ કરી જનહિત અરજી
- વર્ષ 2001 માં સૌથી પહેલા સમલૈંગિક લોકો માટે અવાજ ઉઠાવતી સંસ્થા નાઝ ફાઉન્ડેશન તરફથી હાઈકોર્ટમાં જનહિત અરજી દાખલ કરવામાં આવી.
- વર્ષ 2003 માં દિલ્હી હાઈકોર્ટે નાઝ ફાઉન્ડેશનની અરજી ફગાવી દીધી.
- ત્યારબાદ સપ્ટેમ્બર, 2004 માં દિલ્હી હાઈકોર્ટમાં રિવ્યુ પિટિશન દાખલ કરવામાં આવી.
- 3 નવેમ્બર, 2004 ના રોજ હાઈકોર્ટે રિવ્યુ પિટિશન પણ ફગાવી દીધી.
- આ પણ વાંચોઃશું છે કલમ 377? કેમ થઈ રહ્યો છે આટલો હોબાળો આના પર? જાણો વિસ્તારથી

2009 માં દિલ્હી હાઈકોર્ટે સમલૈંગિકતાને ગુનાની સીમામાંથી હટાવ્યુ
- ડિસેમ્બર 2004 માં અરજીકર્તાઓએ દિલ્હી હાઈકોર્ટના ચૂકાદાને સુપ્રિમ કોર્ટમાં પડકાર્યો.
- એપ્રિલ, 2006 માં સુપ્રિમ કોર્ટે હાઈકોર્ટને આ કેસને ફરીથી સાંભળવા માટે કહ્યુ.
- આ કેસમાં સુનાવણી દરમિયાન સપ્ટેમ્બર, 2008 માં કેન્દ્ર સરકારે હાઈકોર્ટને પોતાનો પક્ષ રાખવા માટે સમય માંગ્યો.
- 7 નવેમ્બર, 2008 ના રોજ દિલ્હી હાઈકોર્ટે આના પર ચૂકાદો સુરક્ષિત રાખ્યો.
- જુલાઈ, 2009 ના રોજ દિલ્હી હાઈકોર્ટે મહત્વનો ચૂકાદો સંભળવતા સમલૈંગિકતાને ગુનાની સીમામાંથી હટાવી દીધુ.
- 2009 માં દિલ્હી હાઈકોર્ટના ચૂકાદાને સુપ્રિમ કોર્ટમાં પડકારવામાં આવ્યો.
- 2013 માં સુપ્રિમ કોર્ટે હાઈકોર્ટના ચૂકાદાને પલટાવીને સુપ્રિમ કોર્ટે તેને ફરીથી ગુનો ગણાવ્યો.
- 2014 માં સર્વોચ્ચ કોર્ટે આ સંબંધમાં દાખલ રિવ્યુ પિટિશન પણ ફગાવી દીધી.
- 2016 માં પાંચ અરજીકર્તાઓએ એસસીમાં દાખલ કરી અરજી
- 2016 માં પાંચ અરજીકર્તાઓ એસ જોહર, પત્રકાર સુનીલ મહેરા, સેફ રિતુ ડાલમિયા, હોટલ વેપારી અમનનાથ અને આયશા કપૂરે કલમ 377 સામે સુપ્રિમ કોર્ટમાં અરજી દાખલ કરી.
- 2017 માં સુપ્રિમ કોર્ટે સેક્સ્યુઆલિટીને પ્રાઈવસીનો અધિકાર માન્યો. કોર્ટે કહ્યુ કે કોઈ પણ વ્યક્તનો સેક્સ પ્રત્યે ઝૂકાવ તેના રાઈટ ટુ પ્રાઈવસીનો મૂળભૂત અંગ છે.
- 2016 માં પાંચ અરજીકર્તાઓ એસ જોહર, પત્રકાર સુનીલ મહેરા, સેફ રિતુ ડાલમિયા, હોટલ વેપારી અમનનાથ અને આયશા કપૂરે કલમ 377 સામે સુપ્રિમ કોર્ટમાં અરજી દાખલ કરી.
- 2017 માં સુપ્રિમ કોર્ટે સેક્સ્યુઆલિટીને પ્રાઈવસીનો અધિકાર માન્યો. કોર્ટે કહ્યુ કે કોઈ પણ વ્યક્તનો સેક્સ પ્રત્યે ઝૂકાવ તેના રાઈટ ટુ પ્રાઈવસીનો મૂળભૂત અંગ છે.

2013 માં સુપ્રિમ કોર્ટે આને ફરીથી ગુનો ગણાવ્યો

2016 માં પાંચ અરજીકર્તાઓએ એસસીમાં દાખલ કરી અરજી

સુપ્રિમ કોર્ટે આ કેસમાં જનમત સંગ્રહનો કર્યો ઈનકાર
આ કેસમાં સુનાવણી દરમિયાન સુપ્રિમ કોર્ટે જનમત સંગ્રહનો ઈનકાર કરી દીધો. કોર્ટે આ મુદ્દે જનમત સંગ્રહની વાત કરતી અરજી ફગાવી દીધી છે. આમ કરીને કોર્ટે કહ્યુ છે કે તેઓ બહુમત નૈતિકતાની જગ્યાએ બંધારણીય નૈતિકતાને મહત્વ આપશે અને આઈપીસીની કલમ 377 ને બંધારણના અનુચ્છેદ 14, 19 અને 21 ના આધારે જોશે. ઓક્ટોબર, 2017 સુધી દુનિયાના 25 દેશોમાં સમલૈંગિકો વચ્ચે યૈન સંબંધોને કાયદાકી માન્યતા મળી ચૂકી છે. આ દેશોમાં અમેરિકા, કેનેડા અને બ્રિટન જેવા દેશ શામેલ છે.
-
Dhurandhar 2 BO Collection Day 1: રણવીર સિંહની 'ધુરંધર 2' એ મચાવ્યો ધમાકો, ઓપનિંગ પર તૂટી શકે છે તમામ રેકોર્ડ -
ઇરાન યુદ્ધના ભણકારા ભારતમાં, પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં 2.09 રૂપિયાનો વધારો -
શરૂ થતા પહેલા જ બંધ થશે IPL? કોર્ટે સંભળાવ્યો મહત્વનો નિર્ણય, BCCIની ઉડી ગઈ ઊંઘ -
LPG Crisis: શું તમને પણ નથી મળી રહ્યો સિલિન્ડર? સરકારે એલપીજી સંકટને લઈને આપ્યું મોટું અપડેટ -
Petrol Diesel Price: 19 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gujarat UCC: મુસ્લિમ મહિલાઓને હલાલામાંથી આઝાદી, બીજા લગ્ન પર 7 વર્ષની જેલ! જાણો 5 મોટા નિર્ણયો -
PNG Connection: ગેસ સંકટ વચ્ચે સૌથી મોટા સમાચાર! માત્ર 24 કલાકમાં દૂર થશે અછત, સરકારે ઉઠાવ્યું આ પગલું -
ગુજરાતમાં હજુ વરસાદથી રાહત નહીં, વરસાદને લઈને મોટી આગાહી -
શાહરૂખ-સલમાનને પછાડી બોક્સ ઓફિસ પર 'ધુરંધર' બન્યો રણવીર સિંહ, ટોપ 5માં સામેલ છે આ ફિલ્મો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 17 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
અશાંત ધારામાં મોટા ફેરફાર: વિધાનસભામાં રજૂ થશે નવું સુધારા વિધેયક -
સુરતમાં ગેસની અછત વચ્ચે શ્રમિકો માટે મેગા કિચન શરૂ કરવામાં આવ્યુ










Click it and Unblock the Notifications
