સેક્શન 377: મુસ્લિમ ધર્મગુરુઓઃ ‘પુરુષ મહિલાઓનું કામ કરશે તો મહિલાઓ શું કરશે?'
તમામ ધર્મગુરુઓએ સમલૈંગિક સંબંધ અને ધર્મ માનવતા વિરોધી ગણાવ્યુ છે.
સમલૈંગિક સંબંધો માટે જે રીતે સુપ્રિમ કોર્ટે પોતાને ઐતિહાસિક ચૂકાદો સંભળાવ્યો છે તે બાદ દેશભરમાં સમલૈંગિકો કોર્ટના ચૂકાદાની ઉજવણી કરી રહ્યા છે. પરંતુ કોર્ટના આ ચૂકાદા બાદ મુસ્લિમ ધર્મગુરુઓએ આનો વિરોધ કર્યો છે. તમામ ધર્મગુરુઓએ સમલૈંગિક સંબંધ અને ધર્મ માનવતા વિરોધી ગણાવ્યુ છે. તેમનુ કહેવુ છે કે સમલૈંગિક સંબંધોની મંજૂરી ના આપી શકાય કારણકે તે ધર્મ વિરુદ્ધ છે. ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડના વરિષ્ઠ જજોએ આ મામલે કોર્ટનો દરવાજો ખખડાવવાની સંભાવના નકારી નથી.

મુસ્લિમ સંગઠન વિરોધમાં
જમિયત ઉલમા એ હિંદ ના મહાસચિવ મૌલાના મહેમૂદ મદનીએ કહ્યુ કે કોર્ટનો આ ચૂકાદો દેશમાં યૌન ગુનાઓ વધારશે. કોર્ટે જો 2013 માં આપેલા ચૂકાદાનું સમર્થન કર્યુ હોત અને સમલૈંગિક સંબંધોને ગુનાહિત ગણાવ્યા હોત તો સારુ હોત. તમને જણાવી દઈએ કે 2013 માં દિલ્હી હાઈકોર્ટે સમલૈંગિક સંબંધોને ગુનાહિત ગણાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે જમિયત ઉલમા એ હિંદ દેશમાં મુસ્લિમ ધર્મનું ત્રીજુ મોટુ સંગઠન છે. જે રીતે તેમના મહાસચિવ મદનીએ સમલૈંગિક સંબંધને ગેરકાયદેસર ગણાવ્યા છે તેનાથી સ્પષ્ટ છે કે આ બાબત અહીં ખતમ થવાની નથી.

યૌન ગુનાઓ વધશે
મદનીએ કહ્યુ કે સમલૈંગિક સંબંધ પ્રકૃતિના નિયમ વિરુદ્ધ છે. આનાથી લોકોનું નૈતિક પતન થશે અને સમાજમાં યૌન ગુનાઓ વધશે. સાથે જ દરરોજ હિંસાની ઘટનાઓમાં પણ વધારો થશે. આ શરમજનક કાયદો પરિવાર અને સમાજને પાછળ ધકેલી દેશે. તમે સમગ્ર સમાજને મૌલિક અધિકારનો હવાલો આપીને યૌન સંબંધના નામે અરાજકતા તરફ ના ધકેલી શકો. તેમણે કહ્યુ કે દરેક દૈવી પુસ્તકમાં સમલૈંગિક સંબંધોમે અપ્રાકૃતિક ગણાવવામાં આવ્યા છે.

દેશની સંસ્કૃતિને નુકશાન પહોંચાડે છે
બીજી તરફ ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડના વકીલ કમાલ ફારુકીએ કહ્યુ કે સમલૈંગિક સંબંધોને દંડનીય ગુનો ગણવા ખોટુ હતુ પરંતુ કોઈ પોતાના બંધ રૂમમાં શું કરી રહ્યુ છે એમાં પોલિસનો હસ્તક્ષેપ ના હોઈ શકે. પરંતુ જો તે સમાજને નુકશાન પહોંચાડતા હોય અને દેશની સંસ્કૃતિને નુકશાન પહોંચાડતા હોય તો પર્સનલ લૉ બોર્ની નિશ્ચિત ભૂમિકા છે, માત્ર મુસલમાનો માટે નહિ પરંતુ સમગ્ર દેશના નાગરિકો માટે જરૂરી છે.

મહિલાઓના અધિકારની વિરુદ્ધમાં
શિયા ધર્મગુરુ મૌલાના કલ્બે રાશિદે કહ્યુ કે જો વ્યક્તિ કોઈ આદતનો શિકાર થઈ જાય અને તે તેની જરૂરત બની જાય તો એ જરૂરી નથી કે તેને સમગ્ર માનવતા માટે જરૂરી ગણવામાં આવે. હું આ બાબતને ધાર્મિક રંગ નથી આપવા માંગતો પરંતુ મને લાગે છે કે સમલૈંગિક સંબંધ મહિલાઓના વિરુદ્ધમાં છે. જો પુરુષો મહિલાઓનું કામ કરશે તો મહિલાઓ શું કરશે. જ્યાં સુધી ભારતીય સંસ્કૃતિ જીવિત છે ત્યાં સુધી સમલૈંગિકતા માત્ર ગેરકાયદેસર જ નહિ પંરતુ જધન્ય ગુનો છે.












Click it and Unblock the Notifications
