બિજાપુરમાં સુરક્ષાબળોએ 10 નક્સલીઓને મારી નાખ્યા

Posted By:
Subscribe to Oneindia News

હોળીના દિવસે છત્તીસગઢના બિજાપુરમાં સુરક્ષાબળોને નક્સલીઓ વિરુદ્ધ એક મોટી સફળતા હાથ લાગી છે. બિજાપુરના નક્સલી પ્રભાવી પૂજારી કાંકેર વિસ્તારમાં તેલંગાણા પોલીસ અને છત્તીસગઢ પોલીસના જોઈન્ટ ઓપેરશનમાં 10 નક્સલીઓને મારી નાખવામાં આવ્યા છે. સ્પેશ્યલ ડીજી સીએમ અવસ્થી (નક્સલ ઓપેરશન) ઘ્વારા આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે. આ આખા ઓપેરશનમાં એક પોલીસકર્મી પણ ઘાયલ થયો છે.

chhattisgarh

મળતી માહિતી અનુસાર આ ઓપેરશન તેલંગાણા પોલીસ અને છત્તીસગઢ પોલીસ ઘ્વારા ભેગા મળીને કરવામાં આવ્યું હતું. આ એક મોટી સફળતા એટલા માટે પણ છે કારણકે છેલ્લા કેટલાક દિવસો પહેલા નક્સલીઓ ઘ્વારા પોલીસ અને સુરક્ષાબળો પર ઘણા ઘાતક હુમલા કરવામાં આવ્યા હતા. 28 ફેબ્રુઆરી દરમિયાન રાજ્યના નક્સલ પ્રભાવી સુકમા જિલ્લામાં પોલીસ ઘ્વારા 9 નક્સલીઓને અરેસ્ટ કરવામાં આવ્યા હતા.

English summary
10 naxals were killed in a joint operation by Telangana Police and Chhattisgarh Police in Pujari Kanker in Bijapur district. 1 policeman injured.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.