રેસલિંગ ફેડરેશનના નવા અધ્યક્ષ તરીકે સંજય સિંહની પસંદગી, સાક્ષી મલિકે રેસલિંગ છોડવાની જાહેરાત કરી

મોટા વિવાદ બાદ આખરે રેસલિંગ ફેડરેશનના નવા અધ્યક્ષની નિમણૂક થઈ છે. ચૂંટણીમાં બ્રિજ ભૂષણ સિંહના નજીકના અને ઉપાધ્યક્ષ રહેલા સંજય સિંહ અધ્યક્ષ બન્યા છે.

રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાની ચૂંટણીમાં સંજય સિંહની જીત થઈ છે. સંજય સિંહે હરીફ અનિતા શિયોરાનને રીતે હરાવ્યા. આ ચૂંટણીમાં કુલ 47 વોટ પડ્યા અને તેમાંથી અનિતાને માત્ર 7 વોટ મળ્યા. જ્યારે સંજય સિંહને કુલ 40 મત મળ્યા.

Sanjay Singh

આ સાથે સંજય સિંહ ભારતીય રેસલિંગ ફેડરેશનના નવા પ્રમુખ બન્યા છે. સંજય સિંહે બીજેપી સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહનું સ્થાન લીધું છે. અગાઉ બ્રિજભૂષણ સિંહ આ પદ પર હતા. મહિલા રેસલરો દ્વારા ગંભીર જાતીય સતામણીના આરોપો લાગ્યા બાદ તેમણે પદ પરથી રાજીનામું આપ્યું હતું.

સંજય સિંહ બ્રિજ ભૂષણ સિંહના ખૂબ જ નજીકના અને વફાદાર માનવામાં આવે છે. સંજય સિંહ ઉત્તર પ્રદેશના રેસલિંગ એસોસિએશન અને નેશનલ રેસલિંગ એસોસિએશન બંનેમાં પદાધિકારી રહી ચૂક્યા છે. તેઓ વારાણસી રેસલિંગ એસોસિએશનના પ્રમુખ પણ રહી ચૂક્યા છે. તે બબલુના નામથી પણ ઓળખાય છે. તેમણે WFIની અગાઉની એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં પણ સેવા આપી હતી.

બીજી તરફ અનુભવી રેસલર સાક્ષી મલિકે કુસ્તી છોડવાની જાહેરાત કરી છે. આ વર્ષે પહેલવાનોએ બ્રિજભૂષણ શરણ વિરુદ્ધ મોરચો ખોલ્યો હતો અને દિલ્હીના જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કર્યું હતું. હવે જ્યારે તેમની નજીકની વ્યક્તિ પ્રમુખ બની ત્યારે સાક્ષીએ નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે.

કુસ્તીબાજ સાક્ષી મલિકે દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, અમે 40 દિવસ સુધી રસ્તાઓ પર સૂતા અને દેશના ઘણા ભાગોમાંથી ઘણા લોકો અમને સમર્થન આપવા આવ્યા. જો બ્રિજ ભૂષણ શરન સિંહના બિઝનેસ પાર્ટનર અને નજીકના સહયોગી અધ્યક્ષ રહે તો હું કુસ્તી છોડુ છુ.

બીજી તરફ સાક્ષી મલિકની નિવૃત્તિ વિશે બ્રિજભૂષણ શરણ સિંહને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, મારે તેની સાથે શું લેવાદેવા?

સંજય સિંહ શરૂઆતથી જ કુસ્તીમાં કામ કરે છે. તેના દાદા કુસ્તીની મેચોનું આયોજન કરતા હતા. સંજય સિંહ યુપીના ચંદૌલીનો રહેવાસી છે. તેણે WFIનું પ્રતિનિધિત્વ કરીને વિદેશ પ્રવાસ પણ કર્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X