Breaking: હાર્ટ અટેક આવતાં સુષ્મા સ્વરાજનું દુખદ નિધન
Breaking: હાર્ટ અટેક આવતાં સુષ્મા સ્વરાજનું દુખદ નિધન
નવી દિલ્હીઃ પૂર્વ વિદેશ મંત્રી અને ભાજપના કદાવર નેતા સુષ્મા સ્વરાજનું દુઃખદ નિધન થયું. સોમવારે રાત્રે તબિયત બગડ્યા બાદ તેમને એમ્સમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. જણાવી દઈએ કે સુષ્મા સ્વરાજને હાર્ટ અટેક આવ્યો હતો. નિધન પહેલા તેમણે છેલ્લે પીએમ મોદીને ટેગ કરીને એક ટ્વીટ કર્યું હતું જે હાલ તેજીથી વાયરલ થઈ રહ્યું છે. સુષ્મા સ્વરાજે પોતાના ટ્વીટમાં સંસદમાં પાસે થયેલ જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર ખુશી જતાવી હતી. સુષ્મા સ્વરાજે આ ટ્વીટમાં પીએમ મોદીને શુભેચ્છા પાઠવતા કહ્યું હતું કે 'હું મારા જીવનમાં આ દિવસ જોવાની પ્રતીક્ષા કરી રહી હતી.' સુષ્મા સ્રાજના આ ટ્વીટમાં મોદીને પણ ટેગ કરવામાં આવ્યા હતા. અને તેમણે આ ટ્વીટ હિન્દી અને અંગ્રેજી બંને ભાષામાં લખ્યું હતું.

સુષ્મા સ્વરાજ મોદી સરકારના પહેલા કાર્યકાળમાં વિદેશમંત્રી રહી ચૂક્યાં છે. તેઓ અટલ બિહારી વાજપેયી સરકારમાં પણ મંત્રી રહ્યાં હતાં. 16મી લોકસભામાં તેઓ મધ્ય પ્રદેશના વિદિશાથી સાંસદ ચૂંટાયા હતા. આ વખતે તેમણે ખરાબ સ્વાસ્થ્યના કારણે ચૂંટણી ન લડવાનો ફેસલો લીધો હતો. વિદેશ મંત્રી રહેતા તેઓ સોશિયલ મીડિયા પર ફરિયાદો સાંભળવા અને નિપટારા માટે ભારે લોકપ્રિય હતાં. તેઓ દિલ્હીના મુખ્યમંત્રી પણ રહી ચૂક્યાં છે.
આ પણ વાંચો- Article 370: હવે PoK પર શું હશે ભારતની સ્થિતિ, જાણો તેનો ઈતિહાસ-ભૂગોળ












Click it and Unblock the Notifications
