For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Article 370: હવે PoK પર શું હશે ભારતની સ્થિતિ, જાણો તેનો ઈતિહાસ-ભૂગોળ

Article 370: હવે PoK પર શું હશે ભારતની સ્થિતિ, જાણો તેનો ઈતિહાસ-ભૂગોળ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર મંગળવારે લોકસભામાં ચર્ચા ચાલુ છે, પોતાના ભાષણમાં અમિત શાહે સ્પષ્ટ કહ્યું કે જ્યારે હું જમ્મુ અને કાશ્મીર બોલું છું તો તેમાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીર પણ આવે છે અને 'અક્સાઈ ચીન' પણ આવે છે, જણાવી દઈએ કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર એટલે કે પીઓકે પર પાકિસ્તાનને કબ્જો કરેલો છે, પરંતુ બારત તેને જમ્મુ અને કાશ્મીરનો જ ભાગ માને છે કેમ કે જમ્મુ-કાશ્મીરના સંવિધાનમાં PoKને ભારતનો અભિન્ન ભાગ ગણાવવામાં આવ્યો છે. ત્યારે ચલો વિસ્તારથી જાણીએ પીઓકે વિશે અને હવે અનુચ્છેદ 370 હટી જવાથી તેની સ્થિતિમાં શું પરિવર્તન થશે.

પાકિસ્તાન અધિકૃત કાશ્મીરનો ઈતિહાસ

પાકિસ્તાન અધિકૃત કાશ્મીરનો ઈતિહાસ

જણાવી દઈએ કે 1947માં આઝાદીના સમયે અંગ્રેજોએ અહીંના રજવાડાઓને તેમની ઈચ્છા મુજબ ભારત અને પાકિસ્તાન સાથે જવાનો વિકલ્પ આપ્યો હતો. આ વિકલ્પ બાદ તે સમયે 500થી વધુ રજવાડાઓએ ભારતમાં પોતાનો વિલય કર્યો અને કાશ્મીરના મહારાજા હરિ સિંહે વિલય માટે પાકિસ્તાનને બદલે ભારતને પસંદ કર્યું. જે વાત પાકિસ્તાનને ગમી નહિ અને પાકિસ્તાને કાશ્મીર પર પોતાનો કબ્જો જમાવવા માટે ત્યાં હુમલો બોલી દીધો. પાકિસ્તાની સૈન્યથી સુરક્ષા માટે રાજા હરિ સિંહે ભારતીય સૈન્યની મદદ માંગી. જે બાદ ભારતીય સેના કાશ્મીર પહોંચી અને પાકિસ્તાની સૈન્યને હરાવી દીધી.

કાશ્મીરના રક્ષા, વિદેશ અને સંચાર મામલા ભારતને આધિન રહેશે

કાશ્મીરના રક્ષા, વિદેશ અને સંચાર મામલા ભારતને આધિન રહેશે

પાકિસ્તાનની હા બાદ મહારાજા હરિ સિંહે ભારત સાથે એક વિલય પત્ર પર હસ્તાક્ષર કર્યા. આ સમજૂતીમાં પ્રાવધાન હતું કે કાશ્મીરના રક્ષા, વિદેશ અને સંચાર મામલા ભારતને આધિન રહેશે જ્યારે અન્ય વિષયો પર જમ્મુ-કાશ્મીર રાજ્ય પોતાનો અધિકાર રાખશે.

આઝાદ કાશ્મીર અને ગિલગિટ-બાલ્ટિસ્તાન

આઝાદ કાશ્મીર અને ગિલગિટ-બાલ્ટિસ્તાન

વર્ષ 1947માં જ પાકિસ્તાને કશ્મીરના એક મોટા ભાગ પર કબ્જો કરી લીધો. પાકિસ્તાને આ વિસ્તારને બે ભાગમાં 'આઝાદ કાશઅમીર' અને 'ગિલગિટ-બાલ્ટિસ્તાન'માં વિભાજિત કર્યા. આઝાદ કાશ્મીર 13300 વર્ગ કિમીમાં ફેલાયેલો છે અને તેની વસ્તી 45 લાખ છે. આઝાદ કાશ્મીરની રાજધાની મુઝફ્ફરાબાદ છે અને તેમાં આઠ જિલ્લા અને 19 તાલુકા છે.

પીઓકેનું કુલ ક્ષેત્રફળ 13 હજાર કિમી

પીઓકેનું કુલ ક્ષેત્રફળ 13 હજાર કિમી

પીઓકેની સીમાઓ પાકિસ્તાનના પંજાબ પ્રાંત, અફઘાનિસ્તાનના વખાન કૉરીડોર, ચીનના શિનજિયાંગ ક્ષેત્ર અને ભારતીય કાશ્મીરના પૂર્વ ક્ષેત્રને મળે છે. પીઓકેનું કુલ ક્ષેત્રફળ 13 હજાર વર્ગ કિલોમીટર છે, જ્યાં અંદાજીત 30 લાખ લોકો રહે છે. આ વિસ્તાર મહારાજા હરિસિંહના સમયમાં કાશ્મીરનો ભાગ હતો.

ભારત-પાક યુદ્ધમાં કાશ્મીર 2 ભાગમાં વહેંચાયું

ભારત-પાક યુદ્ધમાં કાશ્મીર 2 ભાગમાં વહેંચાયું

આઝાદી બાદ ભારત-પાક યુદ્ધમાં કાશ્મીર 2 ભાગમાં વહેંચાયું. કાશ્મીરનો જે ભાગ ભારતની નજીક હતો તે જમ્મુ અને કાશ્મીરના નામથી રાજ્ય બન્યું અને જે ભાગ પાકિસ્તાન અફઘાનિસ્તાનની નજીક હતો તે પીઓકે એટલે કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર કહેવાયું, જ્યાં એક પીએમ પણ છે. અહીંના લોકો મુખ્યરૂપે મકાઈ અને ઘઉંની ખેતી કરે છે. અહીં મુખ્ય રૂપે પશ્તો, ઉર્દુ,કાશ્મીરી અને પંજાબી બોલી બોલાય છે. પીઓકેનું પોતાના સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ પણ છે.

પીઓકે ભારતનો અભિન્ન ભાગ છે

પીઓકે ભારતનો અભિન્ન ભાગ છે

સોમવારે મોદી સરકારે ઐતિહાસિક ફેસલો કર્યો, જમ્મુ-કાશ્મીરને મળતા સ્પેશિયલ સ્ટેટસ અનુચ્છેદ 370ને ખતમ કરી દીધો છે, કાલે રાજ્યસભામાં જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પાસ કરી દેવામાં આવ્યું, બિલના પક્ષમાં 125 વોટ પડ્યા અને વિરોધમાં 61 વોટ પડ્યા, આ બિલમાં જમ્ુ-કાશ્મીરથી લદ્દાખને અલગ કરી બંનેને કેન્દ્ર શાસિત પ્રદેશનો દરજ્જો આપવાનું પ્રાવધાન સામેલ છે, જો કે આ ફેસલા બાદ PoKની સ્થિતિ પર કોઈ ફરક નહિ પડે. જમ્મુ-કાશ્મીરના સંવિધાનમાં પીઓકેને ભારતનો અભિન્ન ભાગ બતાવવામાં આવ્યો છે. તેમાં કોઈ અંતર નહિ હોય. બસ હવે આ કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીર ભારતનો અભિન્ન ભાગ કહેવાશે.

કલમ 370 હટ્યા બાદ પહેલીવાર સામે આવ્યા ફારુક અબ્દુલ્લા, બોલ્યા મને હાઉસ અરેસ્ટ કર્યો હતો કલમ 370 હટ્યા બાદ પહેલીવાર સામે આવ્યા ફારુક અબ્દુલ્લા, બોલ્યા મને હાઉસ અરેસ્ટ કર્યો હતો

English summary
Article 370: What will be the position of India on PoK now, know its history-geography.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X