શુ આરએસએસ કાર્યક્રમમાં નહીં જાય રાહુલ ગાંધી?

આરએસએસ કાર્યક્રમના આમંત્રણ પર શુ રાહુલ ગાંધીએ જવું જોઈએ કે નહીં તેના પર હાલમાં સવાલો ઉભા થઇ રહ્યા છે. તેને લઈને કોંગ્રેસમાં પણ ચર્ચા શરુ થઇ ચુકી છે.

આરએસએસ કાર્યક્રમના આમંત્રણ પર શુ રાહુલ ગાંધીએ જવું જોઈએ કે નહીં તેના પર હાલમાં સવાલો ઉભા થઇ રહ્યા છે. તેને લઈને કોંગ્રેસમાં પણ ચર્ચા શરુ થઇ ચુકી છે. સૂત્રો અનુસાર કોંગ્રેસ કોર ગ્રૂપની બેઠકમાં તેના વિશે ચર્ચા કરવામાં આવી બેઠકમાં શામિલ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ ઘ્વારા સલાહ આપવામાં આવી કે તેઓ આરએસએસ કાર્યક્રમમાં ભાગ ના લે. પાર્ટી નેતાઓ ઘ્વારા જણાવવામાં આવ્યું કે જો રાહુલ ગાંધી આરએસએસ કાર્યક્રમમાં જોડાશે તો તેમાં અસહજપૂર્ણ સ્થિતિ પેદા થશે. તેવામાં પાર્ટીએ આરએસએસ કાર્યક્રમમાં નહીં જવું જોઈએ.

આ પણ વાંચો: ચીનના રસ્તે કૈલાશ માનસરોવર યાત્રા પર જશે રાહુલ ગાંધી

ખરેખર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સતત આરએસએસ પર પ્રહાર કરી રહ્યા છે. હાલમાં જ તેમને લંડનમાં આરએસએસની વિચારધારા પર સવાલ ઉભા કર્યા હતા. કોંગ્રેસના સૂત્રો અનુસાર રાહુલ ગાંધીના અંદાઝને જોતા પાર્ટીના વરિષ્ઠ નેતાઓએ તેમને આરએસએસ કાર્યક્રમમાં નહીં જવા માટે સલાહ આપી. કોંગ્રેસ કોર ગ્રુપ બેઠકમાં ચર્ચા દરમિયાન વરિષ્ઠ નેતાઓ ઘ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

સોનિયા ગાંધી

સોનિયા ગાંધી

આપને જણાવી દઈએ કે વર્ષ 2007 દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને પણ આરએસએસ કાર્યક્રમનું આમંત્રણ મળ્યું હતું, પરંતુ તેમને તેમને તેની અસ્વીકાર કરી દીધો હતો.

17-19 સપ્ટેમ્બરે સંઘ સંમેલન થશે

17-19 સપ્ટેમ્બરે સંઘ સંમેલન થશે

આરએસએસ પ્રવક્તા અરુણ કુમાર ઘ્વારા જણાવવામાં આવ્યું કે 17-19 સપ્ટેમ્બરે દિલ્હીમાં સંઘનું એક સંમેલન "ભારત નું ભવિષ્ય" નું આયોજન કરવામાં આવશે. તેમને જણાવ્યું કે આ કાર્યક્રમ માટે બધા જ રાજનૈતિક દળોને આમંત્રણ આપવામાં આવશે. સૂત્રો અનુસાર આરએસએસ આ કાર્યક્રમમાં શામિલ થવા માટે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને પણ આમંત્રણ આપી શકે છે.

મુસ્લિમ બ્રધરહુડ સાથે સંઘની તુલના

મુસ્લિમ બ્રધરહુડ સાથે સંઘની તુલના

આરએસએસ પર નિશાન સાધતા રાહુલ ગાંધીએ કહ્યુ કે આરએસએસ ભારતની પ્રકૃતિને બદલવાની કોશિશ કરી રહ્યુ છે. અન્ય પક્ષોએ ભારતની સંસ્થાઓ પર કબ્જો કરવા માટે ક્યારેય હુમલો નથી કર્યો. આરએસએસના વિચારો આરબ દેશોના મુસ્લિમ બ્રધરહુડ જેવા છે. રાહુલ ગાંધીએ જણાવ્યું કે બંને સંગઠનની સ્થાપના 1920 દશકમાં થયી હતી. બંને સંગઠનો સંવિધાનિક સંસ્થાઓ પર કબ્જો કરવામાં વિશ્વાસ રાખે છે.

ડાબેરી વિચારકોની ધરપકડ પર ભડક્યા રાહુલ

ડાબેરી વિચારકોની ધરપકડ પર ભડક્યા રાહુલ

રાહુલ ગાંધીએ પીએમ મોદીની હત્યાના ષડયંત્રના આરોપમાં 5 ડાબેરી વિચારકોની ધરપકડ પર કટાક્ષ કર્યો છે. રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યુ કે, ‘અહીં માત્ર એક જ એનજીઓ માટે જગ્યા છે અને તે છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, બાકીનાને બંધ કરી દો. બધા કાર્યકર્તાઓને ગોળી મારી દો, જેલમાં મોકલી દો, આ ન્યૂ ઈન્ડિયા છે.'

રાહુલ ગાંધીનું માનસિક સંતુલન ઠીક નથી

રાહુલ ગાંધીનું માનસિક સંતુલન ઠીક નથી

ઉમા ભારતીએ કહ્યું કે 1984 શીખ દંગામાં કોંગ્રેસની કોઈ ભૂમિકા ના હતી, જયારે બધા જ કેસ કોંગ્રેસના લોકો પર જ ચાલ્યા છે. ઘણા નેતાઓ જેલ પણ ગયા. આવી પરિસ્થિતિમાં જે વ્યક્તિને ખબર નથી કે શુ બોલવું અને શુ કરવું તેવા વ્યક્તિના માનસિક રૂપે સ્વસ્થ થવા માટે હું ભગવાનને પ્રાર્થના કરીશ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X