ભારતભરના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીં.
ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં.બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.
વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ. ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા.
પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર. દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

શ્વાસ લેવાની તકલીફ થતાં શંકરાચાર્યને હોસ્પિટલે દાખલ કરાયા
કાંચી કામકોટિ પીઠના શંકરાચાર્ય જયેન્દ્ર સરસ્વતી સ્વામી ને શ્વાસ લેવામાં તકલીફ જણાઇ. જેને પગલે તેમને એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મંગળવારે ભોજન લેતી વખતે તેમનું બ્લડ સુગર અને સોડિયમની માત્રા એકીઝડપે ઘટી ગઇ હતી. જેને કારણે શંકરાચાર્ય બેભાન થઇ ગયા હતા.

ગોવાએ પણ જીએસટી બિલને મંજૂરી આપી દીધી
GST બિલને મંજૂરી આપનારું ગોવા દેશનું 15મું રાજ્ય બની ગયું છે. સાથે જ રાષ્ટ્રપતિ દ્વારા બિલને જીએસટી કાઉન્સીલને મોકલવાનો માર્ગ મોકળો બની ગયો છે. ગોવા વિધાનસભાના તમામ ધારાસભ્યોએ જીએસટી બિલને પસાર કર્યું છે.

ગુજરાતમાં દારૂની નદીઓ: અલ્પેશ ઠાકોરનું નશાબંધીનું કામ સરાહનીય : કેજરીવાલ
આમ આદમી પાર્ટી (આપ)ના સુપ્રીમો અરવિંદ કેજરીવાલે હવે દારૂબંધીના ચૂસ્ત અમલ માટે આંદોલન ચલાવતા ઠાકોર સમાજના અલ્પેશ ઠાકોરના કાર્યને બિરદાવ્યું છે. કેજરીવાલે ગુજરાતમાં દારૂની નદીઓ વહેતી હોય તેટલો દારૂ વેચાતો હોવાનો આક્ષેપ કરીને ગુજરાત સરકારની ટીકા કરી હતી.

પેટ્રોલ અને ડીઝલમાં ફરી ભાવ વધારો ઝીંકાયો
ઓઇલ કંપનીઓએ પેટ્રોલના ભાવમાં લીટરદીઠ 3.38 રૂપિયાનો ભાવ વધારો ઝીંક્યો છે. જ્યારે ડીઝલમાં લીટરદીઠ રૂ. 2.67નો વધારો કરવામાં આવ્યો છે. ગત રાત્રેથી જ નવા ભાવો લાગુ થઇ ગયા છે. અગાઉ 15મી ઑગસ્ટે પણ પેટ્રોલમાં 1 અને ડીઝલમાં 2નો ભાવ વધારો નોંધાયો હતો.

ગોવાના સંઘના વડાને સસ્પેન્ડ કરાયા
RSSના ગોવા એકમના વડા સુભાષ વેલિંગકરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. તેમણે સ્થાનિક ભાષાનો ઉપયોગ કરવા બાદ ભાજપની ટીકા કરી હતી. ઉપરાંત સુભાષે બીજેપી અધ્યક્ષ અમિત શાહને કાળઆ વાવટા બતાવ્યા હતા.

સેક્સ રેકેટમાં ફસાયેલા સંદીપ કુમારની 'આપ'માંથી હકાલપટ્ટી
દિલ્હીની કેજરીવાલ સરકારના મહિલા અને બાળવિકાસ કલ્યાણ પ્રધાનનું સેક્સ સ્કેન્ડલ બહાર આવ્યું. રિપોર્ટ મુજબ કેજરીવાલને આ રેકેટની સીડી બુધવારે સાંજે પાંચ વાગ્યે મળી હતી. જાણ થતાંની સાથે જ કેજરીવાલે સંદીપ કુમારને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા છે. કેજરીવાલે ટ્વીટ કરી આ અંગે માહિતી આપી હતી.

મધ્ય પ્રદેશમાં થાય છે સૌથી વધુ રેપ
2015 દરમિયાન સમગ્ર દેશમાંથી બળાત્કારની 34600 ઘટનાઓ સામે આવી. જેમાંના સૌથી વધુ કેસ દિલ્હી અને મધ્ય પ્રદેશમાં નોંધાયા હતા. મધ્ય પ્રદેશમાં એક ર્ષમાં બળાત્કારની 4391 ઘટનાઓ પ્રકાશમાં આવી હતી. જ્યારે દિલ્હીમાં આ આંકડો 2199નો અને મહારાષ્ટ્રમાં 4391નો છો.

500 રૂપિયામાં જેલનો અનુભવ મેળવી શકશો
તેલંગાણાના મેડક જિલ્લાની એક જેલમાં દિવસના રૂ. 500 ચૂકવી જેલ જીવનનો અનુભવ મેળવી શકાય છે. 220 વર્ષ જૂની આ પુરાતનકાળની જેલને મ્યુઝિયમમાં ફેરવવામાં આવી છે. પર્યટકોને આકર્ષવા માટે અહિં ખાસ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે.












Click it and Unblock the Notifications
