ભારતભરના મુખ્ય સમાચારો પર એક નજર

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર.

દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

સેલ્ફી ક્રેઝ

સેલ્ફી ક્રેઝ

ગુડગાંવમાં બુધવારે આયોજીત એક કાર્યક્રમમાં ભારતીય ટેસ્ટ ક્રિકેટ ટીમના કપ્તાન વિરાટ કોહલીએ ભીડ વચ્ચે સેલ્ફી લીધી હતી.

વિશ્વ હિંદી સંમેલનની તૈયારીઓ

વિશ્વ હિંદી સંમેલનની તૈયારીઓ

મધ્યપ્રદેશના ભોપાલમાં 10માં વિશ્વ હિંદી સંમેલનની તૈયારી જોરશોરમાં ચાલી રહી છે.

ઉદ્ધવે બીજેપીને આપ્યો કડક જવાબ

ઉદ્ધવે બીજેપીને આપ્યો કડક જવાબ

મુંબઈમાં મીટ બેનને લઈને બીજેપી અને ઉદ્ધવ વચ્ચે ખટરાગ વધી રહ્યો છે. ત્યારે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ મીટ પર બેન મંજૂર નહીં હોવાની સ્પષ્ટતા કરી દીધી છે.

અર્શીએ અફ્રિદિ સાથે સંબંધની કરી કબૂલાત

અર્શીએ અફ્રિદિ સાથે સંબંધની કરી કબૂલાત

ઘણાં સમયથી મોડેલ અર્શી અને પાકિસ્તાની ક્રિકેટર અફ્રિદિ અંગે ઘણી ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે હવે મોડેલ અર્શીએ અફ્રિદિ સાથે સંબંધો હોવાની વાતને કબુલી લેતા અફ્રિદિના જીવનમાં હલચલ મચી જશે તે સુનિશ્ચિત છે.

રાત્રે મોડા આવતા પત્નીને લાકડીના ઘા મારી ઉતારી મોતને ઘાટ

રાત્રે મોડા આવતા પત્નીને લાકડીના ઘા મારી ઉતારી મોતને ઘાટ

ઉત્તરપ્રદેશના પ્રતાપગઢમાં પતિએ પત્નિની નિર્મમ હત્યા કરી હોવાની વાત સામે આવી રહી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે પત્નિ જન્માષ્ટમીના તહેવારના કાર્યક્રમમાંથી મોડી ઘરે આવી હતી અને આ વાતને લઈને પતિ પત્નિ વચ્ચે લાંબા સમયથી ખટરાગ ચાલતો હતો. જેને લઈને પતિએ પત્નિની હત્યા કરી નાખી.

હજી પણ સાવચેતી ન રાખી તો 2050 સુધી થશે એક કરોડ મોત

હજી પણ સાવચેતી ન રાખી તો 2050 સુધી થશે એક કરોડ મોત

ભારતમાં લોકો હોલસેલમાં એન્ટીબાયોટીક દવાઓનો ઉપયોગ કરે છે. આ અંગે WHOએ ચિંતા વ્યક્ત કરતા ચેતવણી આપી છે. WHOએ ભારત અને દક્ષિણ પૂર્વ એશિયાના દેશોને ચેતવણી આપતા જણાવ્યું છે કે જો એન્ટીબાયોટીક દવાઓના ઉપયોગ પર રોક નહિં લગાવવામાં આવે તો 2050 સુધીમાં 1 કરોડથી વધુ મોત થશે.

મહિલાઓ પર ફરી મુલાયમની જીભ લપસી

મહિલાઓ પર ફરી મુલાયમની જીભ લપસી

સમાજવાદી પક્ષના મુખિયા મુલાયમ સિંહ યાદવની જીભ ફરી એકવખત મહિલાઓના વષયે લપસી છે. આ વખતે તેમણે મહિલાઓની સુંદરતા પર વિવાદીત નિવેદન આપ્યું છે. સપા અધ્યક્ષે કહ્યું કે લીલાવતી સુંદર નહોતી તેમ છતા સપાએ તેમને વિધાન પરિષદના સદસ્ય બનાવ્યા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X